________________
ગાથાર્થ : (વિષયોની) અપેક્ષા કરતા (મનુષ્યો) ઠગાયા છે અને (વિષયોને) વિષે
નિરપેક્ષ (મનુષ્યો) વિદન વગર (મુક્તિમાં) ગયા છે તે કારણથી પ્રવચનના
સારને પામીને (સંયમ પ્રાપ્ત કરીને) નિરપેક્ષ થવા યોગ્ય છે. ૩૦ ભાષાંતરઃ “વિષયો” શબ્દ મૂળમાં ન આપેલો હોવા છતાં જણાતો હોવાથી વિષયોની
અપેક્ષા રાખતા મનુષ્યો ઠગાય છે. એટલે કે મોક્ષના સુખથી વંચિત રખાય છે અને વિષયોને વિષે નિરપેક્ષ મનુષ્યો વિઘ્ન વિના મુક્તિમાં ગયા છે. તે કારણે પ્રવચનસારમાં એટલે કે જિનશાસનનો જે સાર એટલે કે તત્વ રૂપ જે સંયમ, તે સંયમને પ્રાપ્ત કરીને વિષયોને વિષે નિરપેક્ષ થવા યોગ્ય
છે. અહીં દ્વિતીયાના અર્થમાં સપ્તમી છે. ૩૦ ગાથાર્થ : વિષયની અપેક્ષાવાળો (સંસાર સમુદ્રમાં) પડે છે, વિષયોની અપેક્ષા નહિ
રાખતો દુખેથી કરી શકાય એવા ભવસમુદ્રના પ્રવાહને તરી જાય છે.
દેવીદ્વીપ ઉપર આવેલા ભ્રાતૃયુગલનું અહીં દૃષ્ટાંત છે. [૩૧] . ભાષાંતરઃ વિષયોની અપેક્ષા રાખતો (મનુષ્ય) સંસાર સમુદ્રમાં પડે છે, અહીં
સંસાર સમુદ્રને અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે. વિષયમાં નિરપેક્ષ એવો દુસ્તરભવોઘ એટલે કે દુ:ખેથી તરી શકાય એવા ભવ સમુદ્રના પ્રવાહને તરી જાય છે. એમાં સૂત્રકાર જ દેવીદ્વીપમાં આવેલા બે ભાઈઓ-જિનપાલિત અને જિનરક્ષિતનું દૃષ્ટાંત જણાવે છે. તે આ પ્રમાણેએ પ્રમાણે નિચ્ચે જંબુ ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં માકન્દિ નામનો ઋદ્ધિમંત સાર્થવાહ રહેતો હતો. તેની ભદ્રા નામની પત્ની હતી. તે ભદ્રાને બે સાર્થવાહપુત્રો હતા. તે આ પ્રમાણે - એક જિનપાલિત નામનો અને બીજો જિનરક્ષિત નામનો. ક્યારેક એક જગ્યાએ સાથે રહેલા એવા તે બંને માકદિપુત્રોનો પરસ્પર આ પ્રમાણેનો વાર્તાલાપ થયો.
ઈન્દ્રિયપરાજયશતક ૮૬