________________
(૬૦) હે મહાશય ! મારું જીવ રૂપી પક્ષી આ કાયા રૂપી પિંજરામાંથી જવા માટે ઉત્સુક થયું છે (૬૧) તો આશા રૂપી પાશના બંધન વડે કરીને તું એ જીવ રૂપી પક્ષીને રોકી લે”. બુદ્ધિનો સાગર એવો દૃઢધર્મ પણ રાજાની તે આજ્ઞાનો સ્વીકાર કરીને શિવકુમારની પાસે ગયો. (૩૨) નિસીહિ કરીને તેના ઘરની અંદર પ્રવેશ કરીને ક્રમને જાણનાર સુબુદ્ધિ એવા તેણે ઇરિયાવહિયા કરી. (૬૩) દ્વાદશાવર્ત્ત વંદન કરીને ‘મને અનુજ્ઞા આપો' એમ બોલતો ભૂમિની પ્રમાર્જના કરીને દૃઢધર્મ બેઠો. (૬૪) શિવ બોલ્યો ‘અહો શ્રેષ્ઠી ! સાધુઓનો આવો વિનય સાગરમુનિની પાસે મારા વડે જોવાયો હતો. તે વિનય મારા વિષે કેવી રીતે યોગ્ય છે ? (૬૫) શ્રેષ્ઠીપુત્ર બોલ્યો “સમ્યગ્દષ્ટિ જીવોને જ્યાં ક્યાંય (જે પણ કોઈ વ્યક્તિમાં) સમભાવ છે તે (તે વ્યક્તિ) સર્વ વિનયને યોગ્ય થાય છે. (૬૬) જે કોઈનું પણ અન્તઃકારણ સમભાવથી વાસિત છે તે વંદનને યોગ્ય થાય છે. એમાં દોષની શંકા પણ નથી. (૬૭) પણ હે કુમાર ! હું પૂછું છું અને પૂછવા માટે જ અહીં આવ્યો છું કે રસજ્વરના રોગીની જેમ તારા વડે ભોજન શા માટે ત્યાગ કરાયું છે ?” (૬૮) શિવે કહ્યું “માતાપિતા મને વ્રતને માટે રજા નથી આપતા તે કારણથી ભાવયતિ થઈને ઘરથી વિરામ પામેલો હું રહ્યો છું.(૬૯) જેથી માતાપિતા કંટાળીને મારા ઉપરની મમતાને છોડીને વ્રત માટે મને આદેશ આપે, તે કારણથી હું ભોજન નથી કરતો” (૭૦) શ્રેષ્ઠીએ કહ્યું,” જો એમ છે તો હે મહાશય ! તું ભોજન કરી લે. કેમ કે ધર્મ, દેહને આધીન છે અને દેહ આહાર વડે જ ટકે છે. (૭૧) મહર્ષિઓ પણ નિરવઘ આહારને ગ્રહણ કરે છે. વળી આહાર વગરનું શરીર હોતે છતે કર્મનિર્જરા દુષ્કર છે. (૭૨) કુમારે પણ શ્રેષ્ઠીપુત્રને કહ્યું “મને અનવદ્ય ભોજન અહીં પ્રાપ્ત નહીં થાય, એથી ભોજન ન ક૨વું એ જ શ્રેષ્ઠ છે.” (૭૩) શ્રેષ્ઠીએ કહ્યું “હવેથી તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું. જે પણ ઇચ્છશો તે
ઈન્દ્રિયપરાજયશતક ૨૧