________________
ગાથાર્થ
લોભ વડે કોણ નથી હણાયો ? સ્ત્રીઓ વડે કોનું ચિત્ત વશીકૃત નથી કરાયું ? મૃત્યુ વડે કોણ ગ્રહણ નથી કરાયો ? વિષયોમાં કોણ મૂર્છા નથી પામ્યું ? (એટલે કે બધા જ) ॥૨૪॥
?
ભાષાંતર: લોભ વડે એટલે કે વિવિધ વસ્તુની ઇચ્છા વડે કોણ નથી હણાયો ? એટલે કે કોણ વ્યથા નથી પામ્યો ? કારણ કે લોભ સર્વ દોષોમાં અધિક દોષ છે. જે ભતૃહિર વડે કહેવાયું છે કે “જો લોભ (મોટો દુર્ગુણ) છે તો દુર્ગુણો વડે શુ ? જો ચાડીયાપણું છે તો (અન્ય) પાપો વડે શું ? જો સત્ય છે તો તપ વડે કરીને શું ? જો પવિત્ર મન છે તો તીર્થ વડે સર્યું, જો સૌજન્ય છે તો સ્વજનો વડે સર્યું. જો સ્વમહિમા છે તો આભૂષણો વડે શું ? જો સદ્વિદ્યા છે તો ધન વડે શું ? અને જો અપયશ છે તો મૃત્યુ વડે શું ? (નીતિશતક ગાથા ૫૫)
કયા પુરુષનું ચિત્ત ૨મણીઓ-સ્ત્રીઓ વડે નથી ભોળવાયું ? નથી મોહિત કરાયું ? અથવા વશીકૃત નથી કરાયું ? મૃત્યુ એટલે કે યમરાજા વડે કોણ ગ્રહણ નથી કરાયું ? એટલે કે પોતાની દાઢામાં કોણ નથી નંખાયું ? જેથીદ્વિપદ, ચતુષ્પદ, બહુપદ કે અપદ, સમૃદ્ધ હોય કે નિર્ધન દરેકને, થાકેલો અને હતાશ થયેલો યમદેવ અપકાર ન કર્યો હોય તો પણ હરણ કરી લે છે. (૧) યમરાજાના નોકરો વડે દરરોજ લોકો લઈ જવાતે છતે પણ આખું જગત સ્વસ્થ રહેલું છે આથી વધારે શું આશ્ચર્ય ? (૨) પોતાનાથી કે અન્યથી આ બાજુથી અને તે બાજુથી પોતાને અભિમુખ દોડતી આપત્તિવાળા મનુષ્યોની કેવી નિપુણતા છે કે તેના વડે ક્ષણ માટે પણ જીવાય છે. કારણ કે અતિભૂખ્યા વડે અતિમધુર અને અલ્પ એવું મોઢામાં મૂકાયેલું ફળ ચવાયા વગરનું, બે દાંતની વચ્ચે કેટલો કાળ રહી શકે ? તાત્પર્ય એ કે જેમ આવી અવસ્થામાં ફળ તરત જ ચવાઈ જાય તેમ સંસારમાં આટલી આપત્તિથી ઘેરાયેલો જીવ કેટલો કાળ ભાવ મરણથી બચી શકે ?
ગાથામાં ‘વિસä’ એ પ્રમાણે સપ્તમી વિભક્તિના અર્થમાં તૃતીયા વિભક્તિ કરી છે. એટલે કે વિષયોમાં કોણ આસક્ત ન થાય ? ।।૨૪।।
ઈન્દ્રિયપરાજયશતક ૮૩