________________
બધું હું નિરવદ્ય પ્રાપ્ત કરાવી આપીશ. (૭૪) કુમારે પણ કહ્યું ‘તો હે મિત્ર ! નિરન્તર છઠ્ઠ કરીને આયંબિલ વર્ડ પા૨ણું કરીશ. (૭૫) ત્યારથી સામાચારીમાં કુશળ એવા શ્રેષ્ઠીપુત્રે ભાવયતિ એવા શિવનો વિનય ક૨વા માટે શરૂ કર્યું. (૭૬) તપ તપતા શિવકુમારના બાર વર્ષ પસાર થઈ ગયા. મોહથી માતાપિતા વડે તે ગુરુ પાસે ન જવા દેવાયા. (૭૭) મરીને આ શિવકુમાર બ્રહ્મલોકમાં (૫મા દેવલોકમાં) મહાવ્રુતિવાળો વિદ્યુતમાલી નામનો ઇન્દ્રનો સામાનિક દેવ થયો. (૭૮) ૨૦,૨૧॥
ગાથાર્થ : તૃણ અને કાષ્ઠ વડે જેમ અગ્નિ, હજારો નદીઓ વડે જેમ લવણસમુદ્ર, તેમ કામભોગો વડે આ જીવ સંતોષ પમાડવા માટે શક્ય નથી. II૨૨॥
ભાષાંતર: આ જીવ કામભોગો વડે, આશા પૂરવા વડે ખુશ કરવા દ્વારા સંતોષવો શક્ય નથી. કામભોગો વડે પણ આ જીવની આશા પૂરાતી નથી. કોના વડે કરીને કોની જેમ ? ઘાસ અને લાકડાના અનેક ટુકડા વડે જેમ અગ્નિ સંતોષવો શક્ય નથી અને હજારો નદીઓ વડે એટલે કે ઉપલક્ષણથી અનેક નદીઓ વડે લવણાદિ સમુદ્રો સંતોષાતા નથી તે રીતે આ જીવ અનેક કામભોગો વડે સંતોષાતો નથી. II૨૨।।
ગાથાર્થ
: વળી સુર નર અને ખેચરના (ભવોમાં) પ્રમાદ વડે ભોગસુખના અનુભવ કરનારને પણ કાલાંતરે નરકમાં ભયાનક ‘કલકલ’ ઉકળતા સીસા અને તાંબાનો રસ પીવડાવાય છે. II૨૩॥
ભાષાંતરઃ વળી નિદ્રા, વિષયાદિ પ્રમાદ વડે સુર, નર અને વિદ્યાધરોના (ભવમાં) ભોગસુખને ભોગવીને એટલે કે અનુભવીને પણ કેટલાક કાળ પછી તો કર્મોનો ઉદય થવાથી ન૨કમાં ભૈરવ એટલે કે રૌદ્ર, ભયજનક ‘કલકલ’ એ અનુકરણ શબ્દ છે. એટલે કે ઉકળતા એવા ‘કલકલ' એ પ્રમાણે અવાજને મૂકતા એવા સીસુ અને તાંબાના પાનીય - ૨સ તે પીવડાવાય છે. જે પીવાય તે પાન, પાનીય ॥૨૩॥
ઈન્દ્રિયપરાજયશતક ૮૨