________________
સંકેતવાળી જ ન હોય એમ બુદ્ધિશાળીઓમાં શિરોમણિ, સાક્ષીમાત્ર કર્યા છે ગુરુને જેણે એવા તેને વિષે બધી કલા સંક્રમિત થઈ. (૩૩) યૌવનમાં તે કુલમાં ઉત્પન્ન થયેલી રાજકન્યાઓને પરણ્યો. લતાની સાથે સંપર્કવાળા વૃક્ષની જેમ તે કન્યાઓ સાથે શોભતો હતો. (૩૪) એક વખત પત્નીઓ સહિત તે મહેલમાં રહે છતે સાગર ઋષિ નગરીની બહાર ઉપવનમાં સમવસર્યા. (૩૫) ત્યાં કામસમૃદ્ધિ નામના સાર્થવાહ માસક્ષમણને પારણે ભક્તિપૂર્વક તે મહામુનિને વહોરાવ્યું. સુપાત્ર દાનના પ્રભાવથી કામસમૃદ્ધિના ઘરે આકાશમાંથી વસુધારા થઈ. સુપાત્રદાનથી શું ન થાય ? (૩૭) શિવ તે ચમત્કારને સાંભળીને, જઈને તે મુનિને વંદન કર્યું અને તેમના પદકમળની પાસે રાજહંસની જેમ તે બેઠો. (૩૮) ચૌદ પૂર્વધર એવા સાગર મુનિએ પરિવાર સહિત શિવને અરિહંત ભગવંતે પ્રરૂપેલા ધર્મને કહ્યો. (૩૯) તે મુનિએ તે બુદ્ધિશાળીના સ્ફટિક જેવા નિર્મળ મનમાં સંસારની અસારતાને વિશેષથી સમજાવી (૪૦) અને શિવે તે મુનિને પૂછ્યું “શું પ્રભુ ઉપર આ સ્નેહ પૂર્વના ભવનો છે ? જે તમને જોતા મને આ હર્ષ અધિકાધિક થાય છે.” (૪૧) અવધિજ્ઞાન વડે જાણીને મુનિએ કહ્યું કે પૂર્વ જન્મમાં તું પ્રાણોથી પણ અતિવલ્લભ એવો મારો નાનો ભાઈ હતો. (૪૨) દીક્ષા ગ્રહણ કરાયેલા એવા મારા વડે પરલોકના હિતની ઇચ્છા વડે ઉપાય વડે નહિ ઇચ્છતો એવો પણ તુ વ્રત ગ્રહણ કરાવાયો. (૪૩) આપણે બંને સૌધર્મમાં પરમદ્ધિક દેવ થયા. ત્યાં પણ કુમુદ અને ચન્દ્રની જેમ આપણા બંનેની પ્રીતિ થઈ. (૪૪) આ ભવમાં સ્વ અને પરને વિષે સમાન દૃષ્ટિવાળો એવો હું વિતરાગ છું, તું આજે પણ રાગ સહિત હોવાથી મારા વિષે પૂર્વભવના સ્નેહને ભજનારો છે. (૪૫) શિવે કહ્યું કે પહેલા પણ હું વ્રતને ગ્રહણ કરવાથી દેવ થયો, તો પૂર્વભવની જેમ આ ભવમાં પણ મને વ્રતને આપો. (૪૬) માતાપિતાને પૂછીને વ્રતને માટે હું જેટલામાં આવું ત્યાં સુધી હે પૂજ્ય, જો તમે કૃપાલું
ઈન્દ્રિયપરાજયશતક
૭૯