________________
ક્યાંક જતું રહ્યું (૧૮) અને કુમારે આ પ્રમાણે વિચાર્યું, જે રીતે આ મેઘ ક્ષણિક છે, તે જ રીતે આ શરીર પણ ક્ષણિક છે અને વળી સંપત્તિની તો શું વાત ? (૧૯) જે સવારે છે તે બપોરે નથી દેખાતા, જે બપોરે છે તે રાત્રિમાં નથી દેખાતા. આ સંસારમાં ખરેખર પદાર્થોની અનિત્યતા કેવી છે? Ilરવા વિવેક રૂપી પાણી વડે સિંચાયેલા મનુષ્ય જન્મ રૂપી વૃક્ષના, સકામનિર્જરા પ્રાપ્ત થાય એવા સારવાળા વ્રત રૂપી ફળને હું ગ્રહણ કરું. (૨૧) સુંદર બુદ્ધિવાળો, ઉત્કૃષ્ટ વૈરાગ્યને વહન કરતા સાગરદત્તે અંજલિ કરીને વ્રતને ગ્રહણ કરવા માટે માતાપિતાને પૂછ્યું. (૨૨) માતાપિતાએ તેને કહ્યું હે વત્સ ! યૌવનમાં આ તારો વતનો આગ્રહ તે વીણા વાગતે છતે શાસ્ત્રપાઠ જેવો છે. (૨૩) અત્યારે તે યુવરાજ છે, રાજા પણ તું થશે. રાજ્યનું લાંબા કાળ સુધી પાલન કરીને સમય આવે છતે વ્રતને ગ્રહણ કરજે. (૨૪) સાગરે પણ કહ્યું “હે પૂજ્યો ! મારા વડે લક્ષ્મીનું પચ્ચખાણ કરાયું છે તો સંયમને ગ્રહણ કરવા માટે મને શા માટે આદેશ નથી આપતા! (૨૫) આ પ્રમાણે સુબુદ્ધિવાળા એવા તેણે આગ્રહરૂપી કુહાડા વડે માતાપિતાના પ્રેમ રૂપી પાશને છેદી નાખ્યો. હવે તે બંનેએ તેને વ્રત ગ્રહણ કરવા માટે અનુમતિ આપી. (૨૬) અનેક રાજપુત્રોના પરિવારવાળા એવા સાગરે અમૃતસાગર નામના આચાર્યની પાસે વ્રતને ગ્રહણ કર્યું. (૨૭) વિવિધ અભિગ્રહને ધારણ કરતો, ગુરુસેવામાં પરાયણ એવો સાગરદત્ત શ્રુતસાગરનો પાર પામનારો થયો. (૨૮) “તપથી દૂર કંઈ નથી” એ સૂક્તિની ખાતરીનું કારણ એવું અવધિજ્ઞાન તપને કરતા એવા સાગરને ઉત્પન્ન થયું. (૨૯) હવે પૂર્ણ કાલે ભવદેવનો જીવ પણ દેવલોકમાંથી વેલો તે જ વિજયમાં, નગરીઓમાં શિરોમણિ એવી વીતશોકા નામની નગરીમાં પધરથ નામના મહા-ઋદ્ધિવાળા રાજાની વનમાલા નામની રાણીને વિષે શિવ નામનો પુત્ર થયો. (૩૦, ૩૧) યત્ન વડે કરીને પાલન કરાતો તે કલ્પવૃક્ષની જેમ મોટો થયો. ક્રમે કરીને વૃદ્ધિને પામતો એવો તે માથામાં ચોટલીને ધારણ કરનારો થયો. (૩૨) પરસ્પર ગ્રહણ કરાયેલા
ઈન્દ્રિયપરાજયશતક
૭૮