________________
ભાવમાં તીર્થંકર ભાવને મૂકીને બાકીના ભાવો અનંતી વાર પ્રાપ્ત કરાયા છે. હું એ અવ્યય પૃચ્છા અર્થમાં છે એટલે તું પૂછાય છે કે તે રાજ્ય અને ભોગો વડે, તું તૃપ્તિને નથી પામ્યો ? (સિ. ૮-૨-૧૯૭) સૂત્રથી ‘હું’ દાન પૃચ્છા અને નિવારણ અર્થમાં વપરાય છે. દાનમાં અરે ગ્રહણ કર પોતાનું જ છે. પૃચ્છામાં અરે ! સદ્ભાવને કહે, નિવારણમાં અરે ! નિર્લજ્જ ! ખસ. એ પ્રમાણે ઉદાહરણ છે. ||૧૭
ગાથાર્થ : ભવચક્રમાં મારા વડે સર્વે પણ પુદ્ગલો બહુ વાર ભોગવાયા અને પરિણમાયા (મૂકાયા) (તો પણ) તેઓને વિષે હું તૃપ્ત થયો નથી. II૧૮
ભાષાંતર: સંસાર ચક્રવાલમાં એટલે કે ભવચક્રમાં મારા વડે અનેક પ્રકારની યોનિઓમાં ભટકતાં સર્વે પણ ઘી વગેરે પુદ્ગલો કે જે પૂરણ, ગલનના સ્વભાવવાળા છે. તે પુદ્ગલોનો બહુ વાર આહાર કર્યો અર્થાત્ ભોગવ્યા અને ખલ-૨સ ભાવ વડે પરિણમાવ્યા તો પણ તે ઘી આદિ પુદ્ગલોમાં હું તૃપ્ત થયો નથી. જેથી કહ્યું છે કે
ગાથાર્થ
હિમવંત પર્વત, મલય પર્વત, મેરુ પર્વત, દ્વીપ, સાગર અને પૃથ્વીની સમાન અથવા એનાથી પણ અધિકતર એવો આહાર ભૂખ્યા વડે ખવાયો હોય (૧) બાફ અને આતપથી પીડા પામેલ વડે જેટલું પાણી પીવાયું હોય તે સર્વે કૂવાઓ, તળાવો, નદીઓ, સમુદ્રો જેટલું પણ ન થાય અર્થાત્ તેનાથી અધિક થાય તો પણ જીવને તૃપ્તિ થઈ નથી. અનંત સંસારમાં ભમતાં એકબીજી માતાઓના સ્તનનું એટલું દૂધી પીધું છે કે જો તેની ગણત્રી કરવામાં આવે તો સાગરના પાણીથઈ પણ અધિકતર થાય. (૩) ॥૧૮॥
:
ભોગો વડે કરીને (આત્મા) લેપાય છે, અભોગી લેપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે, અભોગી મુક્ત થાય છે. ।।૧૯।
ભાષાંતર: ‘મોનેસુ’ તૃતીયાના સ્થાને સપ્તમી થયેલી છે. ભોગો વડે આત્માનો કર્મની સાથે આશ્લેષ-સંબંધ થાય છે. અર્થાત્ આત્મા ભોગો વડે કરીને કર્મથી બંધાયેલો થાય છે. (સિ. ૮-૩-૧૩૫) સૂત્રથી દ્વિતીયા અને તૃતીયાના સ્થાને ક્યારેક સપ્તમી થાય છે. જેમકે ગામમાં રહું છું, નગર તરફ જતો
ઈન્દ્રિયપરાજયશતક ૭૫