________________
ગાથાર્થ : સર્વ ગીત વિલાપ સમાન છે. સર્વ નૃત્ય વિડંબના પ્રાય છે. સર્વે આભૂષણો ભાર સમાન છે. સર્વે કામો દુઃખને વહન કરનારા છે. ૧૯૫
ભાષાંતર: સર્વ ગીત નિરર્થક હોવાથી વિલાપ જેવા છે એટલે કે મત્ત બાલકના ગીત જેવા નિરર્થક છે. સર્વ નૃત્ય વિડંબના પ્રાય છે, જેમ યક્ષથી અધિષ્ઠિત અને દારૂ આદિ માદક દ્રવ્ય પીધેલાના અંગના ધમપછાડા વિડંબના પ્રાય છે, તેમ સર્વ નૃત્ય વિંડબના પ્રાય છે. સર્વ આભૂષણો ભાર સમાન છે, તે આ પ્રમાણે—
કોઈક શ્રેષ્ઠિપુત્રને ભાર્યા પ્રિય હતી, તેણી એક વાર પોતાની સાસુ વડે ઘરના મધ્યમાંથી ખલ વાટવાના પત્થરને લાવવા માટે બોલાવાઈ, તેણી વડે કહેવાયું કે અતિભા૨વાળા તે પત્થરને લાવવા માટે હું સમર્થ નથી, તેથી તેના પતિએ તે સાંભળીને (વિચાર્યું કે) અરે ! આને શરીરના વ્યાયામના રક્ષણ માટે એટલે શરીરને તકલીફ ન પડે તે માટે ખોટો અને વક્ર ઉત્તર આપ્યો છે, તેથી તેણીને શિક્ષા કરું એ પ્રમાણે વિચારીને ખલ વાટવાના પત્થરને સુવર્ણ વડે મઠારીને તેણીને આપ્યું અને તેણી વડે તે કંઠનું આભરણ કરાવ્યું. એક દિવસે તે શ્રેષ્ઠિપુત્ર વડે સ્મિત કરીને તેણીના તે વચનને યાદ કરાવ્યું. તે વિલખી પડી ગઈ. આ પ્રમાણે સર્વે કામો દુ:ખને વહન કરનારા છે અર્થાત્ દુઃખને આપનારા છે. મૃગાદિની જેમ આગામી કાળે દુઃખના હેતુ હોવાથી અને નરકના હેતુ હોવાથી દુ:ખને વહન કરનારા છે. જેમ મૃગ ગીતમાં આસક્ત થાય છે તો બંધન રૂપ દુ:ખ પામે છે. તેમ કામમાં આસક્ત જીવ દુઃખ પામે છે. II૧૬॥
ગાથાર્થ : દેવેન્દ્રપણામાં ચક્રવર્તિપણામાં રાજ્યો અને ઉત્તમ ભોગો અનંત વાર પ્રાપ્ત કરાયા (પણ) તે ભોગો વડે તૃપ્તિ પ્રાપ્ત ન થઈ. ।।૧૭।।
ભાષાંતર: હે જીવ ! તારા વડે દેવેન્દ્રપણામાં અને ચક્રવર્તીપણામાં રાજ્યો અને ઉત્તમ-પ્રધાન ભોગો અનંત વાર પ્રાપ્ત કરાયા છે. શ્લોકમાં ૬ ન હોવા છતાં અધ્યાહારથી ગ્રહણ કરવાનો છે એટલે રાજ્ય અને ઉત્તમ ભોગો એમ અર્થ કરેલ છે. પ્રકરણથી દેવપણામાં અને મનુષ્યપણામાં બંનેમાં લેવાનું છે. દેવપણાની અને મનુષ્યપણાની જાતિની અનંતી વા૨ પ્રાપ્તિ ઘટતી હોવ'થી ભોગો પણ અનંત વાર પ્રાપ્ત કરાયેલા છે, તે ઘટે છે. કહ્યું છે કે- દે વપણું, ચક્રવર્તિપણું, તીર્થંકરપણું અને અણગારપણાના
ઈન્દ્રિયપરાજયશતક ૭૪