________________
ગાથાર્થ
:
હે જીવ તારા વડે વૈમાનિક દેવલોકમાં ભવનપતિમાં તેમજ મનુષ્યલોકમાં કામ,ભોગો પ્રાપ્ત કરાયા છે. (પણ તૃપ્તિ થઈ નથી) (જેમકે) લાકડાના સમૂહ વડે અગ્નિને તૃપ્તિ થતી નથી. (અર્થાત્ લાકડાના સમૂહ વડે અગ્નિ શાંત પડતો નથી, પણ વધે છે.) ૧૪
ભાષાંતર: હે જીવ ! તારા વડે વૈમાનિક દેવલોકમાં તથા પાતાલવાસી ભવનપતિ દેવલોકમાં અને મનુષ્યજન્મમાં કામભોગો પ્રાપ્ત કરાયા છે અને પરંતુ તૃપ્તિ થઈ નથી અર્થાત્ ઇચ્છાનો નિરોધ થયો નથી જે જીવોને તૃપ્તિ એટલે ઇચ્છાનો નિરોધ થતો નથી અહીં ‘તય'માં 7 છે તે અવધા૨ણ અર્થમાં છે. જેની ઇચ્છા કરાય તે કામ અને શબ્દાદિ તે ભોગો, અથવા શબ્દ અને રૂપ એ કામ છે. ગંધ, રસ અને સ્પર્શ એ ભોગ છે. એ બંનેનો દ્વન્દ્વ સમાસ છે એટલે કામ અને ભોગ. શ્લોકમાં ૬ પાદપૂરણ માટે છે. તેવા જીવો માટે કહ્યું છે કે - અન્નને વિષે, જીવનને વિષે, ભોગને વિષે, ધનને વિષે તૃપ્ત નહિ થયેલા જીવો સર્વ જગ્યાએ ગયા છે, જશે અને જાય છે.
જીવને કામભોગો શાંત થતા નથી કોના વડે અને કોની જેમ ?તે ઉપમા દ્વારા બતાવે છે.લાકડાના સમૂહ વડે અગ્નિ જેમ શાંત થતો નથી.તેમ જીવના કામ અને ભોગો શાંત થતા નથી. (પણ ઉલટાના વધે છે. વાંછા વધે છે) ભર્તૃહરી સુભાષિત સંગ્રહમાં કહ્યું છે કે લાકડાઓ વડે અગ્નિ તૃપ્ત થતો નથી. નદીઓ - વડે સાગર તૃપ્ત થતો નથી. યમદેવ સર્વ પ્રાણીઓ વડે તૃપ્ત થતો નથી. પુરૂષો વડે સ્ત્રી તૃપ્ત થતી નથી. ।।૧૪।
:
ગાથાર્થ જે પ્રમાણે રસ વડે અને વર્ણ વડે મનોરમ પણ કિંપાકના ફળો ખાનારના જીવિતનો નાશ કરે છે (તે પ્રમાણે) વિપાક સ્થાનને પ્રાપ્ત કરેલા કામગુણો વિપાકમાં કિંપાકફળ સમાન છે. ।।૧૫।।
ભાષાંતર: યથા - જે પ્રમાણે અને 7 એ વ અર્થમાં છે. શ્લોકમાં મોરમા સાથે અપિ નો પ્રયોગ ન હોવા છતાં તે અધ્યાહારથી ગ્રહણ કરવાનો છે. આથી ૨સ વડે, વર્ણ વડે અને ય શબ્દથી ગંધ વડે ભોગવાતા મનોરમ પણ કિંપાકના ફળો જીવિતનો નાશ કરે છે. અહીં ‘છુટ્ટ’ એ આર્ષ પ્રયોગ હોવાથી નાશ કરે છે એમ અર્થ છે. તેવી રીતે વિપાક સ્થાનને પ્રાપ્ત કરાયેલા કામગુણો વિપાકમાં કિંપાક ફલની ઉપમાવાળા છે અર્થાત્ કિંપાક ફળ અને કામગુણોનું ફળ ભયંકરતાની વિપાક દારુણતાની સામ્યતાએ તુલ્ય છે એટલે કે બંનેનો વિપાક દારુણ છે ॥૧૫॥
ઈન્દ્રિયપરાજયશતક ૭૩