________________
ગાથાર્થ : જે પ્રમાણે લીમડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલો કીડો, કડવા પણ રસને
મધુર માને છે. તે પ્રમાણે સિદ્ધિ સુખથી પરોક્ષ જીવ સંસારના દુઃખને
સુખ કહે છે. II૧૨ા. ભાષાંતરઃ જે પ્રમાણે લીમડાના વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ કીડો (સુદ્રદુંતુ) કડવા પણ
રસને મધુર માને છે – વિચારે છે. તથા સદશ્ય અર્થમાં છે. તે પ્રમાણે મુક્તિનું સુખ પરોક્ષ-અપ્રત્યક્ષ છે જેઓને, એવા તે જીવો મુક્તિના સુખને નહીં ઇચ્છતા ધન ઉપાર્જનાદિ સ્વરૂપ સંસારના દુ:ખને પણ બીજાઓની આગળ સુખ કહે છે. જેથી કહ્યું છે કે - ધનની પ્રાપ્તિમાં દુ:ખ, મેળવેલાનું રક્ષણ કરવામાં દુઃખ, લાભમાં દુઃખ, વ્યયમાં દુઃખ (આમ) દુ:ખના સાધન એવા અર્થને ધિક્કાર છે. II૧રો
ગાથાર્થ : અસ્થિર, ચંચલ, ક્ષણમાત્ર સુખને કરનારા, પાપસ્વરૂપ, દુર્ગતિના કારણ
એવા આ ભોગોથી વિરામ પામ. I૧૭ll
ભાષાંતર: હે આત્મા!“આ ભોગોથી' ત્યાં પંચમીના અર્થમાં ષષ્ઠી થઈ છે. ‘વદ્
દ્વિતીયા ' સૂત્રથી ક્યારે દ્વિતીયાદિ વિભક્તિને સ્થાને ષષ્ઠી થાય છે, જેમકે વીરસ્ય વીદ = ચોરથી ગભરાય છે. આ પ્રમાણે ફેરફાર થાય છે. તે આત્મા આ ભોગોથી તે વિરામ પામ-પાછો ફર. હવે પાછા ફરવાનો ઉપદેશ આપવામાં કારણ બતાવે છે. ભોગો કેવા પ્રકારના છે ? આ ભોગો લાંબો સમય રહેનાર નથી એટલે અસ્થિર છે. ચંચલ છે અર્થાત્ ચટુલ છે. અસ્થિર અને ચંચલ એ બે શબ્દો એક જ અર્થને સૂચન કરનારા છે, એટલે એક અર્થવાળા શબ્દનો બે વાર ઉપયોગ કરેલ છે. તે ભોગો અતિશય ચંચળ છે તે જણાવવા માટે છે. તથા ક્ષણ માત્ર સુખ કરનારા છે. એટલે પ્રિય કરનારા છે. અહીં પ્રાકૃત હોવાથી મ નો આગમ અલાક્ષણિક છે, તથા પાપ રૂપ - અનિષ્ટ રૂપ છે અર્થાત્ એનું કોઈ કાર્ય નથી. એ ભોગો નરકાદિ દુર્ગતિના કારણ છે અહીં ચંચલપણું, ક્ષણસુખકારીપણું, પાપપણું, દુર્ગતિકારણપણું એ ભોગોના વિરમણમાં હેતુ છે. ૧૩
ઈન્દ્રિયપરાજયશતક
૭૨