________________
ભાષાંતરઃ “હુ' નિશ્ચય અર્થમાં છે. સળગેલો પણ અર્થાત્ ઘી-મધુના સિંચનથી ઉદ્દીપ્ત
થયેલો પણ અગ્નિ પાણી વડે શાંત પાડવા માટે શક્ય છે, પરંતુ સ્ત્રીના ભ્રમરના કટાક્ષથી ઉદ્દીપ્ત થયેલો આ કામાગ્નિ સમગ્ર સમુદ્રના પાણી વડે પણ શાંત થતો નથી. અહીં કામનું અગ્નિની સાથે સામ્ય છે આથી આવા વચનનો ઉપન્યાસ કર્યો છે. અન્યથા સમગ્ર સમુદ્રના પાણી વડે દુર્નિવારિત
છે, તે કથન અનુચિત થાત. લા. ગાથાર્થ : વિષ જેવા વિષયો મુખમાં (શરૂઆતમાં) મધુર છે. (પરંત) પરિણામે
અતિશય દારુણ છે. અનંતકાલ ભોગવેલા પણ તૃપ્તિ આપતા નથી, તો શું
આજે પણ મૂકવા યોગ્ય નથી ? ૧oll ભાષાંતરઃ હે આત્મા ! આ વિષયો કે જે વિષ જેવા છે તે મુખમાં એટલે કે દેખાવમાં
મધુર છે, પરંતુ પરિણામે - તેના વિપાકના કાલે અતિશય દારુણ-રૌદ્ર છે. ક્ષેત્રથી ઉત્પન્ન થયેલ, પરસ્પર કરાયેલ, શસ્ત્રોથી ઉત્પન્ન થયેલ અને પરમાધામીથી ઉત્પન્ન કરાયેલ, જે નરકમાં દુ:ખ છે, તે દુ:ખ ઉત્પન્ન થવાનું કારણ વિષયહોવાથી તે ભયંકર છે, જે પ્રમાણે વિષ, મુખમાં જીભનો સંયોગ થયે છતે મુધરતા બતાવે છે, પરંતુ વિપાકે દુ:ખને ઉત્પન્ન કરે છે. તે પ્રમાણે આ વિષયો પણ જાણવા. કોઈપણ પુરૂષને ઉપદેશનો વિષય કરીને ઉપદેશ આપે છે કે હે ભવ્ય ! હે દેવાનુપ્રિય ! અનંતકાલ ભોગવીને પણ આ વિષયો આજે પણ મૂકવા માટે શું યોગ્ય નથી?અહીં શ્લોકમાં ‘વિક્ર' નો પ્રયોગ નિંદા અર્થમાં છે અર્થાત્ અનંતકાલ સુધી ભોગવેલા પણ વિષયોએ જો તૃપ્તિને ન કરી, તો અલ્પકાલ મનુષ્ય ભવમાં સેવાતા વિષયો
શું તૃપ્તિને ઉત્પન્ન કરશે ? અર્થાત્ નહીં કરે આથી ત્યાજ્ય છે. ૧૦ ગાથાર્થ : વિષયરસ રૂપી દારૂથી મત્ત જીવ યોગ્ય-અયોગ્યને જાણતો નથી. પાછળથી
મહાભયંકર નરકને પ્રાપ્ત કરે છે. અને (વિવેકા) કરુણતા પૂર્વક
(મનુષ્યભવમાં મળેલી ધર્મસામગ્રીને) યાદ કરે છે. ભાષાંતરઃ આ જીવ વિષયરસ કે જે દારૂ (આસવ) છે, તેનાથી મત્ત થયેલો
ગાંડપણને પામેલો યુક્ત-અયુક્ત અસતુને જાણતો નથી. જે પ્રમાણે દારૂના પાન વડે પરવશતાને પામેલો સદ્અસને વિચારતો નથી. તે પ્રમાણે વિષયાસક્ત પણ સ-અસનો વિચાર કરતો નથી. પાછળથી મરણ પછી અતિરૌદ્ર નરકને પ્રાપ્ત કરે છે. જીવ સ્મરણ કરે છે કે મારા વડે મનુષ્યભવમાં ધર્મસામગ્રી ને પ્રાપ્ત કરીને વિષયાસક્તિ કરાઈ જેથી હંમેશાં દુખી થયેલો રહું છું દીનવાક્યને તેવી રીતે બોલે છે, જે કારણે વિવેકીઓને કૃપાનું કારણ બને છે. હરિદ્રાનો સ્ત્ર: (સિ. ૮-૧-૨૫૪) સૂત્રથી રનો ૪ થવાથી ‘હુ' એ પ્રમાણે બનેલ છે. [૧૧]
ઈન્દ્રિયપરાજયશતક
૭૧