________________
ગાથાર્થ : મધ્યાહ્નમાં મૃગતૃષ્ણા જેવા ભોગો સતત મિથ્યાત્વના જોડાણને કરનાર છે અને ભોગવાતા ભોગો ખરાબજન્મરૂપ યોનિ ગ્રહણ કરાવે છે. આ પ્રમાણે ભોગો મહાવૈરી છે. ૮।।
ભાષાંતર: સતત એટલે નિરંતર અને ભોગવાય તે ભોગ. મધ્યાહ્ન એટલે દિવસના યૌવન સમયે મૃગતૃષ્ણા એટલે ઝાંઝવાના નીરની જેમ શબ્દાદિ ભોગો મિથ્યા અભિપ્રાયને આપે છે અર્થાત્ અસત્ બુદ્ધિને પેદા કરે છે. અર્થાત્ મધ્યાહ્ન સમયે મરુદેશમાં દેખાતા ઝાંઝવાના નીર અસત્ છે, તેમ સતત ભોગવાતા શબ્દાદિ ભોગો અસત્ છે અને ઝાંઝવાના નીરની જેમ મિથ્યા અભિપ્રાયને પેદા કરે છે, તેમ ભોગો પણ મિથ્યા અભિપ્રાય ને પેદા કરે છે. કયા મિથ્યા અભિપ્રાયોને પેદા કરે છે ? તે કહે છે -
ભર્તૃહ૨ી વૈરાગ્યશતક ગાથા-૨૦ માં કહેલ છે કે કનકના કળશની ઉપમા અપાય એવા બે સ્તનો આખરે માંસના લોચા છે. ચંદ્રની સાથે સરખાવાતું મુખ એ શ્લેષ્મનું ઘર છે. કુકુવિના કુવિકલ્પો વડે મોટું ગણાવાયેલું લિંગ (પુરુષ ચિહ્ન) આખરે ઝરતા એવા મૂત્રથી ભીનું, હાથીના સૂંઢની સ્પર્ધા કરતું, વારંવાર નિંદા કરવા યોગ્ય રૂપવાળું છે. જે પ્રમાણે મધ્યાહ્નમાં ઝાંઝવાનું નીર અસત્ જલબુદ્ધિને ઉત્પન્ન કરે છે, તેમ દુ:ખ રૂપ ભોગો પણ સુખની બુદ્ધિને ઉત્પન્ન કરે છે, તથા સેવાતા ભોગો કુત્સિત જન્મની યોનિના ગ્રહણને આપે છે. તે કયા જન્મોને આપે છે ? તેના જવાબમાં કહે છે કે - એક શ્વાસોચ્છ્વાસમાં સત્તર વારથી અધિક જન્મમરણ રૂપ ઉત્પત્તિ જેમાં છે, તેવી પૃથ્વી જલાદિ રૂપ ઉત્પત્તિ સ્થાનોને ગ્રહણ કરાવી આપે છે. અથવા કુજન્મયોનિગહન અર્થાત્ કુજન્મ રૂપ યોનિ સ્વરૂપ કાન્તાર જંગલને આપે છે. આ પ્રમાણે વ્યાખ્યા કરવી જોઈએ.
કામમાં આસક્ત જીવ વિવિધ યોનિમાં ઉત્પન્ન થાય છે. આથી કામોનેભોગોને કુજન્મ યોનિના આપનારા કહેલ છે. આથી જ તે ભોગો મહાવૈરી છે. જે પ્રમાણે મહાવૈરી દુ:ખને ઉત્પન્ન કરે છે, તે પ્રમાણે આ ભોગો કુયોનિમાં ઉત્પન્ન કરવા દ્વારા દુઃખી કરે છે. ૮॥
ગાથાર્થ : સળગેલો પણ અગ્નિ પાણી વડે નિવારવા માટે - શાંત કરવા માટે શક્ય છે. (પરંતુ) કામ રૂપી અગ્નિ સર્વ સમુદ્રોના પાણી વડે પણ બુઝાવી શકાય તેમ નથી. Ile
ઈન્દ્રિયપરાજયશતક ७०