________________
તે પ્રમાણે કર. વિષયથી થતા સુખ અને દુઃખ એ બંને બાજુઓને જોઈને જ્યાં આત્મહિત થાય તે કર. એ પ્રમાણે ગુરુનો ઉપદેશ છે. ગુરુઓ જે પરિણામે સુખ-રૂપ હોય અને દેખાવમાં કદાચ અપ્રિય પણ હોય, છતાં તેની પ્રરૂપણા કરે છે. વળી કહ્યું છે કે “વૈદ્ય, ગુરુ અને મંત્રી જે રાજાનું પ્રિય બોલનારા છે, તે રાજા શરીર, ધર્મ અને કોશથી જલદી હીન થાય છે. કા.
ગાથાર્થ ? આ (કામો) ભોગવતાં મધુર અને વિપાકે વિરસ છે. કિંપાક ફલની સમાન
છે. ખરજવાની ખણજની જેમ દુઃખને ઉત્પન્ન કરનારા છે, છતાં પણ સુખ
આપનારા છે એવી બુદ્ધિને પેદા કરે છે. ભાષાંતરઃ આ એટલે કે સકલ સંસારી જીવોને પ્રત્યક્ષ એવા વિષયો અનુભવ
કરતાં મીઠા લાગે છે અર્થાત્ મુખમાં સુખ કરનારા લાગે છે, પણ વિપાકમાં અર્થાત્ તેના ફલના ઉદયની અવસ્થામાં વિરસ હોય છે. વિરાગતાને ઉત્પન્ન કરનારા હોય છે અને વળી તે વિષયો કિંપાક ફલની સમાન છે. જે પ્રમાણે કિંપાક ફલો ભોગવતાં રસ વડે, વર્ણ વડે, શબ્દથી, અને ગંધાદિ વડે મનોરમ છે, પણ વિપાકમાં વિરસતાના હેતુ છે તે પ્રમાણે આ વિષયો પણ વિપાકમાં વિરસ છે, તથા વિષયો ખરજવાની ખણજના જેવા દુ:ખને ઉત્પન્ન કરનારા છે. સુખમાં બુદ્ધિ પેદા કરે છે, જેમકે ખરજવાને નખાદિ વડે ખણતો ઉપતતિ (સંતાપ) રૂપ દુ:ખને સુખ માને છે. તે પ્રમાણે મોહથી પીડાતા જીવો વિષયના દુ:ખને સુખ કહે છે અને પોતાને સંતોષનો અનુભવ થતો હોવાથી બીજાને પણ ભોગોના દુ:ખને સુખ છે એમ જણાવે છે. દશર્વાવલંgવા. (સિ. ૮-૪-૩૨)થી દશ ધાતુને “નિ' પ્રત્યય લાગી રાવ આદેશ થાય છે. છા
ઈન્દ્રિયપરાજયશતક
૧૯