________________
કરે છે. તેમાં એક કામિણી બાકી રહી અને તે રસ્તામાં ભૂલી ગયો. સાર્થમાં આગળ વધતે છતે તેણે વિચાર્યું કે મારે (બીજો) રૂપિયો ભાંગવો પડશે. આથી કાર્દાપણની નળીને એક ઠેકાણે સંતાડીને કાકિણીને શોધવા ગયો. તે કાકિણી અન્ય વડે ચોરાઈ ગયેલી. અને (આ બાજુ) કાર્દાપણથી ભરેલ નળી પણ સંતાડતી વખતે અન્ય વડે જોવાઈ હતી, તે તેને ગ્રહણ કરી અને નાઠ્યો. પાછળથી તે ગરીબ ઘરે જઈને શોક કરે છે. આ દૃષ્ટાંત છે.* અહીં તથા, સાદશ્ય અર્થમાં છે. તેની સમાન તુચ્છ વિષયમાં આસક્ત - તુચ્છ અસાર શબ્દાદિ પાંચ વિષયોમાં આસક્ત જીવો મુક્તિના સુખને હારે છે. ભાવાર્થ એ છે કે રત્નકોટી સમાન સિદ્ધિના સુખોની આગળ કાકિણી સમાન મનુષ્ય સંબંધી આ વિષયો છે. કાકિણી જેવા તુચ્છ વિષયોના અર્થીઓ વડે કાર્દાપણની કોથળી જેવા સિદ્ધિના સુખો હિરાય છે. ક્વચિત્ “ોડુિં રયTM દીરઢોર્ડ' આ પાઠ છે, ત્યાં કકતનાદિ જે સો લાખ રૂ૫ ક્રોડ કિંમતના છે, તે રત્નોને એક કાકિણી મેળવવા માટે હારે છે. એ પ્રમાણે અર્થ કરવો. પા.
ગાથાર્થ : તિલ માત્ર વિષય સુખના બદલામાં ગિરિરાજના અતિશય ઊંચા શિખર
સમાન દુઃખ ભવ કોડી વડે - ક્રોડો ભવો વડે નાશ પામતું નથી. - પૂર્ણ થતું
નથી. જે જાણે તે કર. કા. ભાષાંતરઃ શબ્દાદિ વિષયથી ઉત્પન્ન થયેલ વિષય સુખ તિલ માત્ર એટલે
અરણ્યમાં ઉત્પન્ન થયેલ પ્રમાણવાળ અતિતુચ્છ છે. અને તેના બદલામાં નરકાદિમાં અશાતાને અનુભવવા સ્વરૂપ સુવર્ણાચલનું ઉચું જે શિખર તેની જેમ અતિશય મોટા દુ:ખો છે, જે ક્રોડ જન્મો વડે પણ નાશ પામતા નથી. અર્થાત્ દુ:ખ પૂર્ણ થતું નથી. અનેકાર્થ સંગ્રહ ૨-૧૦૮માં નિષ્ઠાના અનેક અર્થ બતાવેલ છે. જેમકે ઉત્કર્ષ વ્યવસ્થા,
ક્લેશ, નિષ્પત્તિ, નાશ, અંત, નિર્વાહ યાચન અને વ્રત. અહીં નિષ્ઠાનો “નાશ' અર્થ અભિપ્રેત છે. તેથી જે પ્રમાણે તને બોધ થાય,
* આ ઉદાહરણ ઉત્તરાધ્યયનસૂત્રમાં આવે છે.
ઈન્દ્રિયપરાજયશતક
૯૮