________________
જેવી આપની આજ્ઞા એ પ્રમાણે કહીને સ્થાને બેસીને ધનુષ્યને ગ્રહણ કરે છે. લક્ષ્યને અભિમુખ બાણ તૈયાર કરે છે. ને દાસના બાળકો ચાર દિશામાં રહેલા અવાજ કરે છે. બીજા પણ બંને પડખે હાથમાં તલવાર લઈને ઉભા છે કે કોઈપણ રીતે લક્ષ્યને ચૂકે તો તેનું શિર છેદી નાખવું.તે ઉપાધ્યાય પણ પડખે રહેલો ભય આપે છે - જો ચૂકી જઈશ તો મરાઈશ. તે બાવીશ કુમારો પણ “આ વીંધશે' એ પ્રમાણે વિશેષ ઉલ્લેઠ એવા વિનો કરે છે. ત્યાર પછી તે ચાર અને તે બાવીશ કુમારોને નહિ ગણતો તે આઠ રથના ચક્રોના અંતરને જાણીને તે લક્ષ્યમાં અવરોધ વગરની દૃષ્ટિ વડે અન્યમતિ નહિ કરવા વડે તે પૂતળી ડાબી આંખમાં વીંધાઈ. ત્યારે લોક વડે મોટા કલકલ અવાજ વડે પ્રશંસા કરાઈ. જે પ્રમાણે તે ચક્રને ભેદવું દુષ્કર છે એ પ્રમાણે
આ સામગ્રી પણ દુર્લભ છે. ૯રો. ગાથાર્થ - જિનધર્મની ફરી પ્રાપ્તિ દુર્લભ છે. તે પ્રમાદી અને સુખનો અભિલાષી છે,
નરકનું દુઃખ દુઃસહ છે. તારું શું થશે તે અમે જાણતા નથી. ૯૭ll. ભાષાંતર – હે જીવ! જીનેશ્વરે કહેલો, અહિંસાદિ રૂપ, એક વાર પ્રાપ્ત થયેલો (એ
અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે) આ ધર્મ ફરી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. તું આળસાદિ તેર કાઠિયાની ખાણ છે. આલસાદિથી હણાયેલો ધર્મને પ્રાપ્ત કરતો નથી અને થઈ જાય તો પ્રાપ્ત થયેલા એવા આ ધર્મને ખરેખર સારી રીતે આચરતો નથી. જેથી આવશ્યક નિર્યુક્તિમાં કહેલું છે કે ૧. આળસ ૨. મોહ ૩. અવજ્ઞા ૪. માન ૫. ક્રોઘ ૬. પ્રમાદ ૭ કૃપણતા ૮. ભય ૯. શોક ૧૦. અજ્ઞાન ૧૧. વ્યાક્ષેપ ૧૨. કૂતુહલ ૧૩. ૨મત આ તેર કાઠીયા છે. ૧. આલસથી સાધુની પાસે જતો નથી. ૨. ઘરના કાર્યમાં જ મૂઢ મોહથી, ધર્મને સાંભળતો નથી, ૩. આ સાધુઓ શું જાણે ? એ પ્રમાણે અવજ્ઞા કરે છે. ૪. જાતિ-બળાદિના અભિમાનથી સ્તબ્ધ રહે છે. ૫. સાધુના દર્શનથી જ કોપ કરે છે. હું મઘાદિ પ્રમાદને વશ થાય છે. ૭. કપણતાથી કોઈને કાંઈપણ આપતો નથી. ૮. નારકાદિના વર્ણનથી ભય પામે છે. ૯. ઇષ્ટના વિયોગ રૂપ શોકથી ૧૦. કુદૃષ્ટિ રૂપ અજ્ઞાનતાથી ૧૧. વ્યાક્ષેપપણાથી ૧૨ કૂતુહલ રૂપનટાદિ વિષયોથી, ૧૩. રમણતાથી -શોખથી-ત્તિત્તિરાદિ પક્ષીઓના શિકાર વડે. આ બધા કારણોથી સુદુર્લભ એવા પણ મનુષ્ય ભવને મેળવીને જીવ સંસારથી પાર ઉતારનારા અને હિતકારી એવા શ્રવણને પામતો નથી. અને વળી તું આલોકના સુખની લાલસાવાળો છે. વળી નરકનું દુ:ખ દુઃસહ છે એટલે સહન કરવું અશક્ય છે. આથી ! પરલોકમાં તારું શું થશે ? તે અમે જાણતા નથી. l૯૩ી.
વૈરાગ્યશતક ૫૩