________________
ગાથાર્થ : અરે આત્મા, ઇન્દ્રયો રૂપી ધૂર્તોનો તણખલા માત્રનો પણ – અલ્પ પણ
પ્રસાર ન થવા દે. (કારણ કે) જો પ્રસાર આપ્યો તો તને જ્યાં એક
ક્ષણ ક્રોડ વર્ષ સમાન છે તેવી નરકમાં લઈ જશે. Imall ભાષાંતરઃ હે આત્મા ! અહીં ‘મહો' આશ્ચર્યમાં છે. ઇન્દ્રિયો રૂપી ધૂર્તાને અર્થાત્
ઇન્દ્રિયોને જ અહીં ઠગારી કહી છે. તેને તલના તણખલા માત્ર પણ અર્થાત્ અત્યંત અલ્પ પણ પોતપોતાના વિષયમાં પ્રવર્તવા ન દે. “મા'નિષેધ અર્થમાં છે. ઇન્દ્રિયો રૂપી ધૂર્તોને વશ થનારો તું ન થા એ પ્રમાણે અર્થ છે. જો તારા વડે ત્યાં પ્રવર્તાઈ, તો તે તને તેવી નરકમાં લઈ જશે, જે નરકાદિમાં એક ક્ષણ ક્રોડ વર્ષ સમાન થશે. અહીં ક્ષણ એ કાલવિશેષ છે. ક્ષણ=નાડિકાનો ષષ્ઠાંશ ભાગ અથવા મુહૂર્ત જાણવું. જે નરકાદિમાં એક પણ ક્ષણ દુ:ખથી આકુલ હોવાથી વર્ષકોટી સમાન થાય છે, એમ કહેવાનો ભાવ છે. સારી અવસ્થામાં રહેલાને અનુત્તરવાસી દેવોની જેમ પસાર થતો કાળ ખબર પડતો નથી. નરકમાં રહેલા જીવોને ક્ષણ પણ પૂરાતી નથી, અર્થાત્ ક્ષણ પણ પસાર કરવી કઠિન પડે છે, આથી જ તે નરકના જીવો તેમાંથી નીકળવાને ઇચ્છતાં હોવા છતાં પણ નીકળવા માટે સમર્થ થતા નથી. શ્રી રાજપ્રજ્ઞીય ઉપાંગમાં કહ્યું છે કે ! હે પ્રદેશી ! ચાર સ્થાન વડે. ૧. નરકમાં હમણાં જ ઉત્પન્ન થયેલો નારકનો જીવ મનુષ્ય લોકમાં આવવા માટે ઇચ્છા કરે છે પણ ત્યાંથી સંચાર કરી શકતો નથી. ૨. નરકમાં હમણાં ઉત્પન્ન થયેલો નરકનો જીવ ત્યાં ઘણી મોટી વેદનાને ભોગવતો, મનુષ્ય લોકમાં આવવા માટે ઇચ્છે છે, પણ ત્યાંથી સંચાર કરી શકતો નથી. ૩. નરકમાં હમણાં ઉત્પન્ન થયેલો નરકનો જીવ નરકપાલ વડે વારંવાર પકડી રખાયે છતે મનુષ્ય લોકમાં આવવા માટે ઇચ્છા કરે છે, પણ ત્યાંથી સંચાર કરી શકતો નથી. ૪. નરકમાં હમણાં ઉત્પન્ન થયેલો નરકનો જીવ આ પ્રમાણે નરકનું આયુષ્ય કર્મ ક્ષીણ થયા વગર, કર્મ ભોગવ્યા વગર, કર્મ જીર્ણ થયા વગર મનુષ્ય લોકમાં આવવા માટે ઇચ્છે છે, પણ ત્યાંથી સંચાર કરી શકતો નથી. ઇત્યાદિ ચાર સ્થાન વડે તે પ્રદેશી ! હમણાં નરકમાં ઉત્પન્ન થયેલો નરકનો જીવ મનુષ્યલોકમાં આવવા માટે ઇચ્છે છે પણ ત્યાંથી સંચાર કરી શકતો નથી ૩||
ઈન્દ્રિયપરાજયશતક
૧૯