________________
ગાથાર્થ
હવે ઈન્દ્રિયોના જ વિજયના પ્રકારને કહે છે -
-
: ભવનું સ્વરૂપ જેણે અનુભવ્યું છે, એવો જીવ દુર્ગતિના માર્ગને અનુસરનારા ઇન્દ્રિય રૂપી ચપલ ઘોડાઓને જિનવચન રૂપી દોરડાઓ વડે હંમેશાં રોકે છે. રા
ભાષાંતર : અહીં ધાતુઓનો અનેક અર્થ હોવાથી ‘માવિતં’ પદથી પરિચ્છિન્ન' અર્થ લેવાનો છે. અર્થાત્ જાણ્યું છે ભવનું સ્વરૂપ. જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલા વિશિષ્ટ વૈરાગ્યથી તરંગિત થયેલા શાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલ સંવેગના ઉલ્લાસની વાસના વડે સંયોગ અને વિયોગ સ્વરૂપ સંસારના સ્વભાવને જેણે જાણ્યો છે, તે પુરુષ ભવના સ્વરૂપને જાણનાર કહેવાય. શ્રોત્રાદિ ઇન્દ્રિયો રૂપ ચપલ અશ્વોને તેઓનું ચપલપણુંચંચળપણું હોવાથી અટકાવવા દુષ્કર છે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ ક૨વામાં લોલુપ હોવાથી તેને ચપલ ઘોડાની ઉપમા ઘટે છે અર્થાત્ ચપલ ઘોડાને માર્ગમાં સ્થિર ક૨વા કઠીન હોય છે, તેમ ઇન્દ્રિયોને અનાદિ વાસનાના કારણે સ્વ-સ્વ વિષયમાં જતી અટકાવવી દુષ્કર છે. (આ ઇન્દ્રિયો રૂપી ચપલ ઘોડાઓને તીર્થંકરે પ્રરૂપેલા આગમ રૂપી દોરડાઓ વડે ખોટા માર્ગથી અટકાવવી જોઈએ. ‘મ' એ પ્રાકૃત હોવાથી લિંગ અર્થે દ્ પ્રત્યય લાગે છે. હવે ઇન્દ્રિયરૂપી ચપલ ઘોડાઓ કેવા પ્રકારના છે ? હંમેશાં નરક-તિર્યંચાદિ દુર્ગતિના માર્ગ તરફ અનુસરવાના સ્વભાવવાળા છે અર્થાત્ નકતિર્યંચ દુર્ગતિના જેટલા માર્ગો છે, તેટલા માર્ગો તરફ આ ઇન્દ્રિય રૂપી ચપલ ઘોડાઓ જીવને લઈ જાય છે. અહીં “હંમફ” એ ‘મોન્કમ્મો’ ‘વ’ (સિ.હે. ૮-૪-૨૧૮) સૂત્રથી રુન્યજ્ઞ, રુમ્મજ્ઞ બનેલ છે. તથા ‘અનુધાવિરે’ અહીં શીવિ અર્થમાં જ્ઞર એવો પ્રત્યય ‘શીહાઇર્થચેર’ (સિ.૮-૨-૧૪૫) સૂત્ર થી થાય છે. એ પ્રમાણે સ્વભાવ, ધર્મ અને સાધુ અર્થમાં ‘ફર’ પ્રત્યય કહેલો છે એટલે ‘અણુધાવિરે’ રૂપ આ સૂત્રથી સિદ્ધ થાય છે. ૨
ઈન્દ્રિયપરાજયશતક ૭પ