________________
હોંશિયાર એવો તે બાર વર્ષ સુધી રત્નની પરીક્ષા શીખ્યો હતો. જેણે અન્યના તેજને જીતી લીધું છે, નિર્મલ, ચિંતવેલા અર્થને આપવામાં હોંશિયાર એવા વિશાળ ચિંતામણિ રત્નને છોડીને બીજા મણિઓને તે પત્થર સમાન માને છે. જો તે ઉદ્યમશીલ એવો જયદેવ સમગ્ર નગરના ઘરે ઘરે અને દુકાને દુકાને ભમતો થાક્યા વગર ચિંતામણિ રત્નની શોધ માટે ઉદ્યમ કરે છે. પીદુ:ખે કરીને પ્રાપ્ત થાય તેવું ચિંતામણી રત્ન તેને પ્રાપ્ત ન થયું. એટલે માતાપિતાને કહે છે કે મારા વડે અહીં નગરમાં ચિંતામણિ રત્ન પ્રાપ્ત ન કરાયું તેથી તેને શોધવા માટે હું અન્ય ઠેકાણે જાઉ છું. કોઈ તેઓ વડે કહેવાયું છે સ્વચ્છ મતિવાળા વત્સ ! સમગ્ર ભુવનમાં અન્યત્ર કોઈ ઠેકાણે આવું ચિંતામણિ રત્ન નથી. ખરેખર આ ચિંતામણિ રત્ન કાલ્પનિક છે. i૭ll તેથી તેના સમાન બીજા રત્ન વડે ઇષ્ટ વસ્તુને મેળવવા વ્યવહાર કર, જેથી નિર્મલ કમલથી યુક્ત ભવન તને થશે. ll૮ આ પ્રમાણે કહેવા છતાં પણ તે ચિંતામણિરત્નની પ્રાપ્તિ માટે કરેલો છે નિશ્ચય એવો તે બુદ્ધિમાન માતાપિતાએ અટકાવ્યો હોવા છતાં હસ્તિનાપુરથી નીકળ્યો છે. પર્વત, નગર, ગામ, ખાણ, કર્બટ, પત્તન, સાગરના કિનારાને વિષે તેને શોધવા માટે તૈયાર થયેલા મનવાળો લાંબો સમય ભમતો, દુ:ખને પામતો. ./૧૦માં પણ તેને પ્રાપ્ત નહિ કરતો વૈમનસ્યવાળો વિચારે છે ખરેખર આવું રત્ન જગતમાં નથી એ વાત શું સાચી છે ? અથવા તેની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે શાસ્ત્રમાં કહેલું અન્યથા-ફોગટ હોતું નથી. ll૧૧ી એ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને ફરીથી ભમવા માટે શરૂ કરે છે. ઘણી મણીની ખાણોને વારંવાર પૂછતો નિશ્ચય કરતો ૧રી એક વૃદ્ધ પુરુષ વડે તે કહેવાયો કે અહીં મણીવાળી ખાણ છે. મણીઓમાં શ્રેષ્ઠમણિ પુષ્યવાળો જ પામે છે. I૧૩ી તે ત્યાં ગયો અને નિર્મલ એવા મણિના સમુદાયને શોધતો હતો, એટલામાં એક અધિક મૂર્ખ એવો પશુપાલ તેને મળ્યો |૧૪ો જયદેવ વડે તેના હાથના તળિયામાં વર્તુળ એવો પત્થર જોવાયો, ગ્રહણ કર્યો તે પ્રમાણે પરીક્ષા કર્યો અને એ પત્થર ચિંતામણિ રત્ન છે એમ જાણ્યું નપા અને આનંદિત થયેલા એવા તેણે તે માગ્યું. પશુપાલે કહ્યું “આના વડે શું કામ છે ?” તેણે કહ્યું. ઘરે ગયેલો હું બાળકને રમવા માટે આપીશ. I૧૯l. તે પશુપાલે કહ્યું “આવા ઘણા પત્થર અહીં છે તેને તું કેમ ગ્રહણ કરતો નથી ? શ્રેષ્ઠિપુત્રે કહ્યું. હું મારા ઘરે જવા માટે ઉત્સુક થયો છું. ૧૭
વૈરાગ્યશતક
૫૫