________________
|| ઇન્દ્રિયપરાજયશતકમ્ ॥
ગાથાર્થ : હરણના ચિહ્નવાળા, પાંચમા ચક્રવર્તી, અચિરા માતાના પુત્ર, વિલંબ વિના શાંતિને કરનારા શ્રી શાંતિનાથ ભગવાનને પ્રણામ કરીને. ॥૧॥
ગાથાર્થ : ઈચ્છિતને આપવામાં જેની ચિંતામણિ રત્ન સમાન ક્રિયા છે, એવા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન મારા વિઘ્નોનો નાશ કરનાર થાઓ. ।।૨।।
ગાથાર્થ વાણીની સમ્યગ્ માલિક એવી શારદા-સરસ્વતી નામની દેવી છે. જેની કૃપાથી શાસ્ત્રના બોધમાં (મારી) મતિ વિશાળ થાય, તે મને સાનિધ્ય કરો. IIII
ગાથાર્થ
:
: ચોસઠ યોગીનીઓ જે મહાત્મા વડે જીતાઈ છે એવા તથા દયાના ભંડાર એવા તે શ્રીમાન જિનદત્ત નામના આચાર્ય કૃપા કરો. II૪
ગાથાર્થ : જેમણે માર્ગમાં પાણી આપવા વડે *માર્ગ વગરની યશની રાશિને વિસ્તારી એવા શ્રી જિનકુશલસૂરી પ્રભુ વિકસિત બોધને માટે થાઓ.
ગાથાર્થ
ગાથાર્થ : વડીલ, યુગપ્રધાન અને આચાર્યોમાં ઈન્દ્રસમાન એવા શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજા, મારી ઉપર સૌમ્ય દૃષ્ટિને કરો. કારણ કે, શુભનો યોગ સિદ્ધિને આપનાર છે. કા
:
અંગસહિત પ્રવચનનો અભ્યાસ કરનાર, સારી રીતે પદનું જ્ઞાન કરવામાં પ્રોઢતાને ધારણ કરનાર એવા શ્રી જયસોમ નામના ગુરુના આદેશથી પ્રાચીન આચાર્ય દ્વારા રચાયેલી ઈન્દ્રિયશતકની ટીકાને પોતાની મતિ વડે વિચારીને સ્વ અને પરને બોધ થાય એ હેતુથી કાંઈક લખાય છે. મહાન પુરુષો શ્રમને સફળ કરો. II૭,૮
ત્યાં પ્રથમ ગાથા આ પ્રમાણે
ગાથાર્થ : જેનું ઈન્દ્રિય રૂપી ચૌરો વડે શાશ્વત એવું ચારિત્ર રૂપી ધન લૂંટાયું નથી, તે જ શૂરવીર છે. તે જ પંડિત છે, તેની નિત્ય પ્રશંસા કરીએ છીએ.
ભાષાંતર: તે જ શૂરવીર છે. શ્લોકમાં TM સમુચ્ચય અર્થમાં છે. ‘વ’ અવધારણનિશ્ચય અર્થમાં છે. અર્થાત્ તે જ પંડિત છે. અર્થાત્ તત્ત્વને અનુસરનારી જેની મતિ છે, તે પંડિત કહેવાય છે. તથા તેની નિત્ય-સદા અમે પ્રશંસા કરીએ છીએ - સ્તવના કરીએ છીએ.
જંગલમાં જતા સંઘને મંત્રશક્તિ વડે પાણી આપવા દ્વારા જેમણે યશની રાશિ વિસ્તારી એમ અનુમાન કરાય છે.
ઈન્દ્રિયપરાજયશતક
25