________________
ગ્રંથકારની પ્રશસ્તિ શ્રી થી યુક્ત પ્રધાન એવા ખરતરગચ્છમાં શ્રીમદ્ જિનચંદ્રસૂરિ રાજાનું રાજ્ય બિરાજમાન હોતે છતે ૧૬૪૭ વર્ષે /૧// શ્રી ક્ષેમરાજ નામના પાઠકના શિષ્ય, વિશેષ કરીને ક્ષમા વડે ક્ષમા સમાન, ક્ષમાને ધારણ કરવાવાળા અને ક્ષોભ ન પામે એવા શિષ્યસમૂહવાળા, કીર્તિરૂપી વૃક્ષના કંદ સમાન //રા શ્રી વાચક પ્રમોદ માણિક્યના નામને ધારણ કરનારા હતા. તેઓના અદૂભુત ભાગ્યને ધારણ કરનારા, શાસ્ત્રાર્થના સર્વસ્વ સમૂહને જાણનારા, સુજ્ઞ જયસોમ નામના શિષ્ય જય પામે છે. llફ તેઓના શિષ્ય ગુણવિનય વડે જે પ્રકારે પ્રતમાં હતું તેવા વૈરાગ્યશતકની આ ટીકા રચાઈ છે. જો તેમાં જે જે પ્રાકૃત સૂત્રો સાથે ન મળતું હોય ત્યાં પણ પૂર્વના આચાર્યોની વાણીના પ્રમાણપણાથી પંડિતો વડે સર્વ સત્યનું સમાધાન કરવું જોઈએ.
આ પ્રમાણે શ્રીભવવેરાગ્યશતક સંપૂર્ણ થયું. ) ગ્રંથાગ્ર - ૯૯૫, જે પ્રમાણે પ્રતમાં હતું તે પ્રમાણે વિ.સં. ૧૯૭૩ વર્ષે કારતક વદી-૬ ના રોજ લખ્યું છે.
સર્વ ઠેકાણે જે મોહનલાલજી મહારાજ એ પ્રમાણે શ્રેષ્ઠ પ્રસિદ્ધિને પ્રાપ્ત કરી છે તે, સ્વર્ગે ગયેલા અને પવિત્ર સચ્ચારિત્રવાળા તે મોહનલાલજી મહારાજને હું નિત્ય નમસ્કાર કરું છું.
ઇન્દ્રિયપરાજયશતક
વૈરાગ્યશતક
ફ૨