________________
હોવાથી સંગ વિદ્યમાન નથી હોતો. તે સ્ત્રી વેદ પુરુષ વેદ અને નપુંસક વેદથી રહિત હોય છે. એ પ્રમાણે કેવલ સર્વે આત્મપ્રદેશો વડે સર્વ પ્રકારે વિશેષથી જાણે છે. આથી પરિજ્ઞ તથા સામાન્યથી પણ સારી રીતે જાણે છે અર્થાત્ કે દેખે છે. આથી સંજ્ઞ એટલે કે જ્ઞાન-દર્શનથી યુક્ત છે આ પ્રમાણેનો અર્થ થયો. જો નામ અને સ્વરૂપથી મુક્તાત્મા જણાતો નથી તો શું ઉપમા આપવા દ્વારા સૂર્યની ગતિની જેમ જાણી શકાય છે કે નહીં ? એ પ્રકારે કોઈ માનતું હોય તો કહે છે કે ઉપમા દ્વારા પણ જાણી શકાતો નથી. જેથી કહ્યું છે કે જેના સદશપણાથી અન્ય જાણી શકાય તે ઉપમા કહેવાય પરંતુ તે મુક્તાત્માના જ્ઞાન અથવા સુખની તુલના કરવા માટે કોઈ ઉપમા નથી. તેઓનું લોકાતિગપણું છે. કયા કારણથી તેઓનું લોકાતિગપણું છે ? તે મુક્તાત્માની સત્તા રૂપ રહિત છે. અને વળી તેઓનું અરૂપીપણું દીર્ધાદિના નિષેધ વડે પ્રતિપાદન કરેલું જ છે. તે આત્માની કોઈ અવસ્થા વિશેષ પણ નથી. આથી તે અપદ છે એટલે કે તેનું કોઈ વાચક પદ નથી. પદો દ્વારા જેનું કથન કરાય છે તેમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિમાંથી કોઈપણ અવશ્ય હોય છે. પરંતુ મુક્તાત્મામાં આમાંથી બધાનો અભાવ છે. અને તેનો અભાવ બતાવવા માટે કહે છે કે તે મુક્તાત્મા શબ્દરૂપ નથી, રૂપ સ્વરૂપ નથી, ગબ્ધ રૂપ નથી રસ રૂપ નથી, સ્પર્શ રૂપ નથી, આટલા જ વસ્તુના ભેદો હોય, પરંતુ તેનો પ્રતિષેધ હોવાથી મુક્તાત્મામાં કોઈપણ વિશેષ સંભવતો નથી કે જેના વડે આ વ્યપદેશ કરી શકાય. આ પ્રમાણે આચારાંગની ટીકામાં કહેલું છે. ૧૦૪
ગાથાર્થ - અકાર્યથી વિરત થયેલા અને ધીર એવા તે સાધુઓ ધન્ય છે. તેઓને
નમસ્કાર થાઓ, જેઓ તલવારની ધાર સમાન દુષ્કર એવા વ્રતને સ્થૂલભદ્ર મુનિની જેમ આચરે છે. II૧૦પા.
જે આ પ્રમાણે વેરાગ્યશતક ટીકા સહિત છે.
વૈરાગ્યશતક
૯૧