________________
જિનધર્મ જ કલ્પવૃક્ષ સમાન છે, તે જ રક્ષણ કરનાર છે, એમ તુ વિચાર. જિનધર્મ રૂપી કલ્પવૃક્ષ કેવા પ્રકારનું છે ? તે જિનધર્મરૂપી કલ્પવૃક્ષ મોક્ષસુખોને આપે છે. ૧૦૩
ગાથાર્થ – ઘણું કહેવા વડે શું ! ઘોર ભવોદધિને સહેલાઈથી તરીને અનંત સુખનું શાશ્વત સ્થાન જે રીતે જીવ પ્રાપ્ત કરે તે રીતે જિનધર્મમાં યત્ન કરવો જોઈએ. II૧૦૪
ભાષાંતર - હે જીવ ! ઘણું કહેવા વડે શું ? તે પ્રકારે જિનેશ્વરે કહેલા ધર્મમાં યત્ન ક૨વા યોગ્ય છે, જેથી આત્મા ઘોર અને અનાદિ અનંત હોવાથી અપાર એવા ભવ રૂપી સમુદ્રને તરીને અનંત સુખ રૂપ, એટલે જ્યાં સુખનો અંત નથી એવા શાશ્વત સ્થાનને મેળવે. તે અવસ્થામાં શરીરાદિ દુ:ખનાં કા૨ણોનો અભાવ હોવાથી આત્મા કેવલ સુખને ભજનારો જ હોય છે. શ્રી આચારાંગમાં લોકસાર નામના પાચમા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશામાં કહેલું છે કે તે પરમ પદ રૂપ મોક્ષમાં રહેલ પુરુષ, અનંતજ્ઞાન અને અનંત દર્શનથી યુક્ત હોય છે. આકા૨ને આશ્રયીને તે લાંબો હોતો નથી, નાનો હોતો નથી, ગોલ, ત્રિકોણ ચતુષ્કોણ અને પરિમંડલાકારે સંસ્થાનને આશ્રયીને હોતો નથી. વર્ણને આશ્રયીને કાળો-લીલો-લાલ-પીળો અને સફેદ હોતો નથી. ગંધને આશ્રયીને સુગંધ અથવા દુર્ગંધવાળો હોતો નથી. રસને આશ્રયીને તીખો-કડવો તો-ખાટો અને મીઠો હોતો નથી. સ્પર્શને આશ્રયીને કઠો૨-કોમળ, હલકો-ભારે, ઠંડો-ગરમ, ચીકણોલુખ્ખો હોતો નથી. તે લેશ્યાવાળો તેમજ શરીરધારી પણ હોતો નથી. (વેદાન્તવાદિ આ પ્રમાણે માને છે કે એક જ મુક્તાત્મા છે અને તેની કાયામાં બીજા ક્ષીણ ક્લેશવાળા જીવો પ્રવેશે છે. જેમ સૂર્યનાં કિરણો સૂર્યમાં પ્રવેશે તેમ, પરંતુ આ પ્રમાણે હોતું નથી. રુદ્ઘ ધાતુ બીજ રૂપ જન્મમાં અને પ્રાદુર્ભાવમાં છે. રુદ્ઘ એટલે ઉગે છે અને અરુહ એટલે ઉગતો નથી તથા કર્મરૂપી બીજનો અભાવ હોવાથી પુનર્જન્મવાળા નથી. (વળી શાક્ય દર્શનવાળા તીર્થનો ઉદ્ધાર કરવા માટે મુક્તાત્માઓ ફરી જન્મને ધા૨ણ કરે છે તેમ માને છે) કહ્યું છે કે
“તારું શાસન છિન્નભિન્ન થયે છતે પાર્થ માટે શૂરવીર એવો, મુક્ત હોવા છતાં કર્યો છે ભવ જેને એવો તું, નથી ધારણ કરાઈ ભયની નિષ્ઠા જેમાં એવા નિર્વાણનું મથન કરીને કર્મ રૂપી ઇંધન બળી જવા છતાં મોહરાજ્યવાળા સંસારને ફરી પામે છે. તથા તે અમૂર્ત
વૈરાગ્યશતક ૬૦