________________
(૩રા તેથી મને મારવાના હેતુથી વાણિયાએ વર્ણન કર્યું છે. જેથી તને કોઈ જુવે નહિ, ત્યાં જા. એ પ્રમાણે કહીને તેના વડે તે મણિ નાખી દેવાયો. ૩૩ હર્ષિત થયેલ મનવાળો જયદેવ સંપૂર્ણ મનોરથવાળો નમસ્કારપૂર્વક ચિંતામણિને ગ્રહણ કરીને હવે પોતાના નગર તરફ ચાલ્યો. ૩૪/ મણિના પ્રભાવથી ઉલ્લસિત વૈભવવાળો મહાપુર નગર તરફ જતાં રસ્તામાં સુબુદ્ધિનામના શ્રેષ્ઠીની રત્નાવતી નામની કન્યાને પરણીને બહુ પરિવારથી પરિવરેલા જન સમુદાય વડે ગુણો ગવાતો હસ્તિનાપુર પહોંચ્યો અને માતા-પિતાના ચરણોમાં પડ્યો. ૩૫,૩વા તે બંનેના સ્વજનો વડે અભિનંદન અપાતો બહુમાન વડે સન્માન કરાયેલ અને બાકીના માણસો વડે પ્રશંસા કરાયેલો ભોગોનું ભાજન થયો. આ દૃષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે - દેવ, નરક અને તિર્યંચ ગતિ એ બીજા મણિઓની ખાણની જેમ છે. કોઈપણ રીતે પરિભ્રમણ કરવા વડે જીવ વડે આ સારા રત્નની ખાણ સમાન મનુષ્યગતિ મેળવાઈ છે. તેમાં પણ દુર્લભ એવા ચિંતામણિ રત્ન સમાન પરમાત્માએ ઉપદેશેલ ધર્મ છે. ૩૯ો અહીં પશુપાલની જેમ જેણે સુકત રૂપી ધન નથી મેળવ્યું તે મણિને મેળવી શકતો નથી. જ્યારે પુણ્યરૂપી ધનથી યુક્ત વણિકપુત્ર જયદેવે તે પ્રાપ્ત કર્યું. [૪૦] તેવી જ રીતે જેની પાસે ગુણવૈભવ નથી. તે આ ધર્મરત્નને મેળવતો નથી. સંપૂર્ણ અને નિર્મલ ગુણના સમુદાયના વૈભવવાળો ધર્મરત્નને પ્રાપ્ત કરે છે. ૪૧al [શ્રી ધર્મરત્ન પ્રકરણની દેવેન્દ્રસૂરિકૃત ટીકામાં] l૯૫ll
ગાથાર્થ – જન્માંધ જીવોને જેમ ચક્ષુનો યોગ ન હોય તેમ મિથ્યાત્વથી અંધ જીવોને
જિનધર્મનો યોગ ન હોય. આવા
ભાષાંતર – જેમ જન્મથી જ અંધ હોય તેવા જીવોને ચક્ષુનો યોગ હોતો નથી. તે જ
પ્રકારે કુવાસના રૂપી મિથ્યાત્વથી જે વિવેકથી રહિત જીવો છે તેઓને શ્રી જિનશાસનની પ્રાપ્તિ થતી નથી. ૯૬l
ગાથાર્થ – શ્રી જિનેન્દ્રધર્મમાં પ્રત્યક્ષ અનંતગુણો છે અને દોષ લેશમાત્ર નથી.
ખેદની વાત છે કે તો પણ અજ્ઞાનથી અંધ જીવો તેમાં રમણતા કરતા નથી. ૧૯૭l.
વૈરાગ્યશતક પ૭