________________
તેથી તું મને તે આપ અને હે ભદ્ર ! અહીં તું બીજો પણ પ્રાપ્ત કરી લેજે છતાં પણ પરોપકાર કરવાનો સ્વભાવ નહિ હોવાથી તે આપતો નથી. I/૧૮ તેથી આ પશુપાલને ચિંતામણિ રત્ન મળે તે પણ શ્રેષ્ઠ છે એને ઉપકાર કરનાર થાઓ પણ ૨ત્ન અફળ ન થાઓ. તેથી કરુણાથી પરિકર્મિત થયેલી બુદ્ધિવાળો શ્રેષ્ઠિપુત્ર પશુપાલને કહે છે ||૧૯ો ભદ્ર ! જો તું મને નથી આપતો તો આ ચિંતામણિને તું પોતે આરાધના કર જેનાથી તારી ઈચ્છાને તું પૂરી કરશે. ૨૦ણી ત્યારે પશુપાલે કહ્યું જો આ સાચો ચિંતામણિ છે તો મારા વડે ઇચ્છા કરાય છે કે બોર-કેરડા-કચરા પ્રમુખ મને ઘણું આપો. ll૧ી ત્યારે હસતા અને વિકસિત મુખવાળા શ્રેષ્ઠિપુત્રે કહ્યું. આ પ્રમાણે ઇચ્છા ન કરાય. પરંતુ ત્રણ ઉપવાસ કરી છેલ્લા ઉપવાસની રાત્રિમાં પૃથ્વીને લીપી પવિત્ર વસ્ત્ર ઉપર સ્નાન અને વિલેપન કરેલા મણિને સ્થાપન કરીને કપૂર અને પુષ્પાદિ વડે પૂજીને વિધિપૂર્વક નમસ્કાર કરીને આરાધના કરવામાં આવે છે/૨૨, ૨૩ પછી જે ઇચ્છિતની માગણી કરાય, તે આ રત્નની આગળ સર્વ પ્રાપ્ત કરાય, એ પ્રમાણે સાંભળીને મણિને ઉછાળતો પશુપાલ ગામ તરફ ચાલ્યો. //ર૪ll ન્યૂનપુણ્યવાળા એવા આ પશુપાલના હાથના તળિયામાં આ ચિંતામણિ રત્ન ટકતું નથી. એ પ્રમાણે વિચારીને શ્રેષ્ઠીપુત્ર તેની કેડને છોડતો નથી. ૨૫ણી રસ્તામાં જતા પશુપાલે કહ્યું હે મણિ ! આ અહીં છાણા પડ્યા છે તેને વેચ અને વેચીને કપૂરાદિ લાવ. જેથી તારી પૂજાને કરું પરફો મારા ઇચ્છિતને પૂરા કરવા વડે તું પણ ત્રણ ભુવનમાં સાર્થક નામવાળો થા. આ પ્રમાણે મણિને કહેવાય છતે મણિએ કાંઈ જવાબ ન આપ્યો. ર૭ ગામ હજી દૂર છે, તો હે મણિ ! મારી આગળ તું કથાને કર. હવે જો તું નથી જાણતો તો હું તને કહું છું. તું એકલો સાંભળ. ૨૮ એક દેવગૃહ એક હાથનું હતું તેમાં ચાર હાથનો ત્યાં દેવ વસે છે. એ પ્રમાણે ફરી કહ્યું તો પણ મણિ કાંઈ બોલતો નથી ૨૯ો તેટલામાં ગુસ્સે થઈને તેણે કહ્યું જો હુંકાર માગ પણ મને આપતો નથી તો ઇચ્છિત અર્થને સંપાદન કરવામાં તારી પાસે કેવી રીતે આશા રખાય ? |૩oll તેથી ચિંતામણિ એ પ્રમાણે તારું નામ ફોગટ છે. સત્ય જો હોય તો તારી પ્રાપ્તિ થયે છતે મારી ચિંતા દૂર કેમ ન થાય ? ૩૧વળી ક્ષણ માટે પણ હું જે રાબ અને છાશ વિના રહેવા માટે શક્તિમાન નથી, તો શું હું ત્રણ ઉપવાસ વડે મરી ન જાઉં ?
વેરાગ્યશતક પલ