________________
ભાષાંતર - શ્રી જિનેન્દ્રના ધર્મમાં આ લોકમાં યશ વિગેરેની પ્રાપ્તિ અને પરલોકમાં સ્વર્ગ અને મોક્ષના સુખની પ્રાપ્તિ વિગેરે સાક્ષાત્ અનંતગુણો છે તથા અયશ વિગેરે લેશમાત્ર પણ દોષ નથી, તો પણ ખેદની વાત છે કે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપને નહીં જાણનારા, અજ્ઞાનથી અંધ બનેલા જીવો, ક્યારે પણ જિનેશ્વરે કહેલા ધર્મમાં ૨મણતા કરતા નથી, અજ્ઞાન પણાથી જ તેઓ વસ્તુના સાચા સ્વરૂપને સમજી શકતા નથી. Il૯૭॥ મિથ્યાત્વમાં અનંત દોષો પ્રગટ દેખાય છે અને તેમાં ગુણનો લવલેશ પણ નથી. ખેદની વાત છે કે છતાં પણ મોહથી અંધ બનેલા જીવો મિથ્યાત્વને જ સેવે છે. ૯૮
ગાથાર્થ
ભાષાંતર - કુદેવ, કુગુરુ અને કુધર્મના સ્વીકાર કરવાના અધ્યવસાય રૂપ મિથ્યાત્વના સેવનમાં ન૨કપાતાદિ અનંત દોષો સ્પષ્ટ દેખાય છે અને ગુણનો લેશ પણ દેખાતો નથી. આશ્ચર્યની કે ખેદની વાત છે કે તો પણ અજ્ઞાનથી અંધ બનેલા જીવો તે મિથ્યાત્વને જ સેવે છે - આશ્રય કરે છે. [૯૮
ગાથાર્થ – જેઓ સુખદ સત્ય ધર્મ રૂપ રત્નની સારી રીતે પરીક્ષા નથી કરી શકતા, તે પુરુષોની વિજ્ઞાનની અને ગુણોની કુશળતાને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ ! ।।૯।।
ભાષાંતર – તે પુરુષોના વિજ્ઞાન રૂપ શિલ્પના કુશલપણાને ધિક્કાર થાઓ, તેઓના શિલ્પના કુશલપણા વડે શું ? તથા શૂરવીરતા, ઉદારતા, ધીરતાદિ ગુણોમાં રહેલા કુશલપણાને પણ ધિક્કાર હો, શા માટે તેઓનું ધિક્કારપણું કહ્યું ? તો કહે છે કે જે પુરુષો સુખને આપનારા સત્યરૂપ ધર્મરત્નની પરીક્ષા કરી શકતા નથી કે આ ધર્મ જ કલ્યાણકારી છે કે બીજો ? એ પ્રમાણે ધર્મની પરીક્ષાથી રહિત તેઓનું અન્ય ઠેકાણે રહેલું કુશલપણું પણ ધિક્કારને પાત્ર જ છે. જેથી કહેલું છે કે સર્વ કળાઓમાં શ્રેષ્ઠ એવી ધર્મકળાને જેઓ જાણતા નથી તેવા બહોંત્તેર કળાઓમાં કુશલ પણ પંડિત પુરુષો અપંડિત જ છે અર્થાત્ કે મૂર્ખ જ છે. Il૯૯૫
ગાથાર્થ આ જિનધર્મ જીવોને માટે અપૂર્વ કલ્પતરુ છે, સ્વર્ગ અને મુક્તિના સુખ રૂપ ફલને તે આપનાર છે. ૧૦૦
-
વૈરાગ્યશતક ૫૮