________________
ગાથાર્થ - અસ્થિર, મલિન અને પરાધીન દેહથી જો સ્થિર નિર્મળ અને સ્વાધીન ધર્મ
ઉપાર્જન થઈ શકે છે, તો તમે શું પ્રાપ્ત નથી થયું?૯૪ ભાષાંતર - હે જીવ! અશાશ્વત એવા શરીર વડે જો પરલોકમાં પણ સાથે આવનાર
ધર્મ ઉપાર્જન થઈ શકે છે, તો શું પ્રાપ્ત નથી થયું ? અર્થાતું કે શું પૂર્ણ નથી થયું ? તથા વિષ્ટા અને મૂત્રાદિ અશુચિથી પૂર્ણ એવા દેહ વડે જો નિર્મલ એવો ધર્મ ઉપાર્જન કરી શકાય છે, તો શું પ્રાપ્ત નથી કરાયું ? તથા રોગાદિથી આધીન એવા દેહ વડે આત્માને સ્વાધીન ધર્મ મેળવી
શકાય છે, તો શું નથી મેળવાયું ? ૯૪ો. ગાથાર્થ – તુચ્છ વૈભવવાળાઓને જેમ ચિંતામણિ રત્ન સુલભ નથી હોતું, તેમ ગુણ
રૂપી વૈભવથી રહિત જીવોને ધર્મરત્ન પણ સુલભ થતું નથી. પણ
ભાષાંતર – જે પ્રકારે ચિંતામણિ રત્ન તુચ્છ વૈભવવાળાને અર્થાત્ અલ્પ
પુણ્યવાળાને સુલભ થતું નથી. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરેલો છે. વૈભવનું કારણ જે પુણ્ય છે, તે તુચ્છ વૈભવવાળાને અલ્પ હોય છે. અહીં કારણ પુણ્ય અને કાર્ય વૈભવ છે તે કારણ (પુણ્ય)માં કાર્ય (વૈભવ)નો ઉપચાર કરેલો છે. તેવા પ્રકારના પશુપાલકની જેમ. તે જ પ્રકારે અક્ષુદ્રતાદિ ગુણોનું હોવું એટલે તેની સત્તા તે ગુણવૈભવ તથા ગુણ એ જ વૈભવ તે ગુણવૈભવ, તેવા ગુણ વૈભવથી રહિત જીવોને ધર્મ રૂપી રત્ન પણ સુલભ થતું નથી. અને કહેલું છે કે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયોને પ્રાણીઓ કહેવાય, વનસ્પતિકાયને ભૂત કહેલા છે. પંચેન્દ્રિય હોય તે જીવો જાણવા. તે સિવાયના સર્વે સન્ત કહેવાયેલા છે. તેવા અપિ શબ્દ જે કહેવાયેલ છે, તેનો અહીં સંબંધ હોવાથી આ પ્રમાણે અર્થ કરવો કે એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિયોને ધર્મની પ્રાપ્તિ નથી. ધર્મની યોગ્યતાના કારણભૂત ગુણોથી રહિત પંચેન્દ્રિય જીવોને પણ ધર્મરત્ન સુલભ નથી. એ પ્રમાણે સંબંધ જોડવો. પૂર્વે સૂચિત કરાયેલું પશુપાલનું દૃષ્ટાંત આ પ્રમાણે – “ઘણા પંડિતજનોથી યુક્ત, પ્રભુથી રક્ષિત, સેંકડો અપ્સરાઓથી યુક્ત, ઇન્દ્રના નગરની જેમ શ્રેષ્ઠ એવું હસ્તિનાપુર નામનું નગર છે. ll૧. ત્યાં શ્રેષ્ઠીઓમાં ઉત્તમ, પુણ્યશાળી નાગદેવ નામનો શ્રેષ્ઠી હતો. તેને નિર્મલ એવા શીલ રૂપ ગુણને ધારણ કરનારી વસુંધરા નામની પત્ની હતી. રા તેમનો વિનય અને ઉજ્જવળ મતિ રૂપ વૈભવને ધારણ કરનારો જયદેવ પુત્ર હતા. If
વૈરાગ્યશતક ૫૪