________________
છે. વૈભવવાળા આપેલાને ગ્રહણ કરવા માટે ઉઘરાણી કરે છે. IIટા ઇત્યાદિ વરાથી ગ્રહિત મોટી ચિંતાઓ છે અને નિત્ય દરિદ્ર છે તે કૌસંબી નગરના બ્રાહ્મણની જેમ કેવી રીતે સુખનો અનુભવ કરે ? તેનું કથાનક આ પ્રમાણે – કૌશામ્બી નગરીમાં જન્મથી માંડીને દરિદ્ર, પત્ની-પુત્ર-પુત્રાદિ મોટા કુટુમ્બવાળો, સોમિલ નામનો બ્રાહ્મણ હતો. ધન મેળવવા માટે દેશાંતરમાં ગયેલા તેણે વાણિજ્યાદિ વ્યાપારથી રહિત, દાન કર્યા પછી જમવાવાળા એક યોગિને જોયો અને તે યોગી ચિંતાતુર તે બ્રાહ્મણને પૂછે છે, તને શી ચિંતા છે ? તેના વડે કહેવાયું દરિદ્રતાની ચિંતાવાળો છું, યોગીએ કહ્યું તને હું સમર્થ કરું છું, પરંતુ જે હું કહું તે તારા વડે કરવા યોગ્ય છે. ત્યાર પછી બન્ને પર્વતની ઝાડીમાં ગયા યોગીએ કહ્યું, - આ સુવર્ણરસ ઠંડી-ગરમી સહન કરવા વડે, શુષ્ક કંદમૂલ-ફલાદિ ખાવા વડે શમીવૃક્ષનાં પત્રના પુટ વડે મળે છે. બંને વડે પણ ત્યાર પછી તે જ પ્રમાણે રસ ગ્રહણ કરાયો. તુમ્બડું ભરાયું. વનથી તે બંને નીકળ્યા, યોગીએ કહ્યું - હે ! તારા વડે અપ્રમત્તપણે તુંબડું ધારણ કરવા યોગ્ય છે. આ રસ દુ:ખ વડે ઘણી મહેનતે છ માસથી મળેલો છે, એ પ્રમાણે ફરી ફરી કહેવાતે છતે બ્રાહ્મણ રુષ્ટ થયો. તુંબડું ઢોળી નાખ્યું. સાગનાં પત્રો વડે ચારે બાજુ નખાયેલો સર્વ રસ ઢળી ગયો.
ત્યાર પછી આ અયોગ્ય છે એ પ્રમાણે યોગી વડે ત્યજાયેલો તે દરિદ્ર
પૃથ્વીમાં ભમીને મૃત્યુ પામ્યો. ll૮l ગાથાર્થ – સ્થાને-સ્થાને ધન અને સ્વજનના સમૂહને મૂકીને ભવવનમાં નહીં
ઓળખાયેલો જીવ, આકાશ માર્ગમાં પવનની જેમ અદશ્ય રહીને ભમે
છે. ૮૭ll ભાષાંતર – હે આત્મા! આ જીવ દરેક સ્થાનમાં ધન અને સ્વજનોના સમૂહને છોડીને
ભવવનને વિષે અદૃશ્ય સ્વરૂપવાળો ભમે છે. કયા સ્થાનમાં અને કોની જેમ ભમે છે ? જેમ આકાશ માર્ગમાં પવન. જે પ્રમાણે આકાશમાં અદૃશ્ય રૂપવાળો પવન ભમે છે તે પ્રકારે આ જીવ પણ ભમે છે. ll૮૭
ગાથાર્થ – સંસારમાં ભટકતા જીવો જન્મ, જરા અને મૃત્યુ રૂ૫ તીણ ભાલાઓથી
અનેક વાર વીંધાતા ઘોર દુઃખ અનુભવે છે. ૮૮
વૈરાગ્યશતક
૪૯