________________
ભાષાંતર – હે આત્મા ! આ જીવો ચારગતિ રૂપ સંસારમાં આમ-તેમ ભટકતા
વારંવાર ઘોર દુ:ખ રૂપ અશાતાને પ્રાપ્ત કરે છે. કેવા પ્રકારના જીવો દુ:ખને અનુભવે છે ? જન્મ-જરા-મરણ રૂપ તીક્ષ્ણ ભાલાઓ વડે વીંધાતા એવા જીવો દુ:ખને અનેક વાર પ્રાપ્ત કરે છે. I૮૮.
ગાથાર્થ - તો પણ અજ્ઞાન સર્પથી ડસાયેલા મૂઢ મનવાળા જીવો સંસાર રૂપી કારાગૃહથી
ક્યારે પણ ક્ષણ માત્ર ઉદ્વેગ પામતા નથી એ ખેદની વાત છે તો
ભાષાંતર - આમ અનેક પ્રકારે જીવો દુ:ખને અનુભવે છે તો પણ ખેદની વાત છે
કે ક્યારે પણ મૂઢ મનવાળા તેઓ અજ્ઞાન રૂપી સર્પથી ડસાયેલા અર્થાત્ કે અજ્ઞાનથી અંધ થયેલા ક્ષણ માત્ર પણ સંસાર રૂપી કારાગૃહથી ઉદ્વેગ પામતા નથી. Iટલા
ગાથાર્થ – દેહ રૂપી વાવડીમાં તું કેટલો સમય ક્રિીડા કરીશ? જેમાંથી દરેક સમયે
કાળ રૂપી રેંટની ઘડીઓ વડે જીવિત રૂપી પાણીનો પ્રવાહ શોષાઈ
જાય છે. alol ભાષાંતર - હે જીવ! તું શરીર રૂપી વાવડીમાં કેટલો સમય ક્રીડા કરીશ ? અર્થાત્
કે કેટલો કાળ રહીશ ? જે શરીર રૂપી વાવડીમાંથી દરેક સમયે કાળ રૂપી રેંટના ઘડાઓ વડે જીવિત રૂપી પાણીનો પ્રવાહ શોષાય છે. જેમ વાવડી પ્રતિ સમયે રેંટના ઘડાઓ વડે બહાર કઢાતા પાણીથી સૂકાઈ જાય છે. તે પ્રમાણે આ શરીર પણ પ્રતિ સમયે, કાળ પસાર થયે છતે, જીવિત રૂપી જલ સૂકાઈ જવાથી ખાલી થઈ જાય છે, નાશ પામે છે. alol
ગાથાર્થ – હે જીવ! બોધ પામ, મોહ ન કર. હે પાપી! પ્રમાદ ન કર. હે અજ્ઞાન !
પરલોકમાં ભારે દુઃખનું ભાજન શા માટે થાય છે ? ૯૧
ભાષાંતર - હે જીવ! આત્મા ! તું ધર્મને વિષે બોધ પામ. મોહ ન પામ. હે પાપી !
હે દુષ્ટાત્મા ! ભાગ્યના યોગે પ્રાપ્ત થયેલા ધર્મમાં આળસ ન કર, હે અજ્ઞાન ! હે મૂઢ ! પરલોકમાં મહાન અશાતાવેદનીય કર્મથી ઉત્પન્ન થયેલી પીડાનું ભાજન શા માટે થાય છે ? (પ્રાકૃત હોવાથી વર્તમાન કાળમાં ભવિષ્યત્તિનો પ્રયોગ છે) II૯૧છે.
વૈરાગ્યશતક
૫૦