________________
ગાથાર્થ – હે જીવ! બોધ પામ, જિનમતને જાણીને તું મોહન પામ. કારણ કે હે જીવ
! આ સામગ્રી ફરી મળવી દુર્લભ છે. I૯૨ા.
ભાષાંતર - હે જીવ! તું બોધ પામ, જિનમતને યથા સ્વરૂપે જાણીને સર્વજ્ઞના
શાસનમાં મોહ ન પામ અર્થાત્ કે જિનમતને સમ્યક્ પ્રકારે સ્વીકાર. જે કારણથી હે જીવ!*કાકતાલીય ન્યાય વડે આ ઉત્તમ સાધુ-શ્રાવકાદિ રૂપ સામગ્રી એક વાર પ્રાપ્ત થયેલી છે. પરંતુ ફરી આ સામગ્રી મળવી દુર્લભ છે. આ સંસારમાં પ્રાણીઓને ૧, મનુષ્ય જન્મ, ૨, ધર્મનું શ્રવણ, ૩, ધર્મની શ્રદ્ધા, અને ૪, સંયમને વિષે પુરુષાર્થ એ રૂપ ચાર શ્રેષ્ઠ અંગો દુર્લભ છે. એટલે કે ચક્રના વેધની જેમ દુ:ખે કરીને પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારેઇંદ્રપુર નામનું નગર હતું, તેમાં ઇંદ્રદત્ત રાજા હતો. તેને ઇષ્ટ અને શ્રેષ્ઠ એવી દેવીઓને બાવીસ પુત્રો હતા. કેટલાક કહે છે કે – એક જ દેવીને પુત્રો હતા. તે સર્વે પુત્રો રાજાને પ્રાણની જેમ પ્રિય હતા-બીજી એક અમાત્યની દીકરી હતી. તે પરણતી વખતે જોવાયેલી હતી. તે અન્યદા ક્યારેક ઋતુસ્નાતા થયેલી આવે છે. રાજા વડે જોવાઈ, “આ કોણ છે ? એમ પૂછાયું, મંત્રી વડે કહેવાયું આ તારી દેવી છે. ત્યારે તે તેણીની સાથે એક રાત્રિ વસે છે. તે ઋતુસ્નાતા હતી તેથી તેને ગર્ભ રહ્યો. તેણી અમાત્ય વડે કહેવાઈ કે જ્યારે તને ગર્ભ રહે ત્યારે મને કહેજે. તેણી વડે તેને તે દિવસ અને મૂહૂર્ત કહેવાયું. જે રાજા વડે કહેવાયેલા સંકેત કરનાર હતો તેના વડે પત્રમાં લખાયું. તે તેને સાચવી રાખે છે. નવ માસ પૂરા થયે પુત્ર જન્મ્યો. તેના દાસીને પણ તે જ દિવસે બાળકો જન્મ્યા તે આ પ્રમાણે – (૧) આગ્નેયક (૨) પર્વતક (૩) બહુલિક (૪) સાગર, તે સાથે ઉત્પન્ન થયેલા હતા. મંત્રી વડે કલાચાર્યની પાસે દીકરીના બાળકને લેખનાદિ ગણિત પ્રધાન બહોત્તેર કળાઓ ગ્રહણ કરાવાઈ.
જ્યારે તે ચાર બાળકો ગ્રહણ કરાવાય છે, ત્યારે તેઓ આચાર્યને હેરાન કરે છે અને વ્યાકુળ કરે છે. પૂર્વના પરિચય વડે તેઓ અવાજ કરે છે.
કલાચાર્ય તેને ગણતા નથી અને કલાઓ ગ્રહણ કરાઈ. તે બીજા બાવીશ ૧. કાકતાલીય ન્યાય એટલે કાગડાનું બેસવુ અને ડાળનું પડવું થાય તેમ સાધુસાધ્વી શ્રાવકશ્રાવિકા
રૂપ સંય પ્રયત્ન વિના મળી ગયો છે.
વૈરાગ્યશતક
૫૧