________________
કણોથી સીંચાયેલું છે શરીર જેને એવા પુરુષને જે શીત વેદના છે તેના કરતાં પણ શીત વેદનાથી યુક્ત ન૨કમાં ના૨કોને અનંતગણી શીત વેદના હોય છે. અને વળી જો શીત વેદનાથી યુક્ત નરકથી ઉપાડીને નારકોને ઉ૫૨ કહેલા શીતવેદનાથી યુક્ત પુરુષના સ્થાનમાં સ્થપાય ત્યારે તે ના૨કો અત્યંત પવનરહિત સ્થાનને જાણે પ્રાપ્ત કરેલુ હોય તેની જેમ, ઉપમા ન આપી શકાય તેવા સુખથી નિદ્રાને પણ પ્રાપ્ત કરે. ॥૮॥
ગાથાર્થ – નિસ્સાર માનવભવમાં, પિતા, માતા, અને સ્વજન વગરનો તથા દુરંત વ્યાધિથી અનેક વાર પીડાતો તું વિલાપ કરતો હતો, તે તું કેમ યાદ કરતો નથી ? ॥૮ઙા
ભાષાંતર – હે જીવ ! તું અસાર એવા મનુષ્ય ભવમાં માતા-પિતા સ્વજનો વડે રહિત, (અહીં પ્રાકૃત હોવાથી વિપર્યય એટલે પિયમાય શબ્દ છે) દુ:ખેથી અંત લાવી શકાય તેવી વ્યાધિઓથી પીડાતો છતો ઘણા પ્રકારે વિલાપ કરતો હતો, તે તું કેમ યાદ કરતો નથી ? અન્યત્ર પણ મનુષ્યભવ દુ:ખાધિકારમાં કહેલું છે. “મારા ઘરમાં દ્રવ્ય નથી, લોક વિલાસ કરે છે., મહોત્સવ પ્રવર્તે છે. બાળકો ઘરમાં રોવે છે, હા ! હું ઘરની સ્ત્રીને શું આપીશ ? ||૧|| પોતાની સમૃદ્ધિથી ગર્વિષ્ઠ થયેલા સ્વજનો મને મારું સ્થાપન કરેલું પણ આપતા નથી. બાકીના ધનવાનો પણ પરાભવ કરે છે, અવકાશ પણ આપતા નથી. ।।૨।। આજે ઘરમાં ઘી, તેલ, મીઠું, બળતણ અને વસ્ત્ર નથી સ્ત્રી ગર્ભવતી છે. આવતી કાલે કુટુંબ કેવી રીતે રહેશે, ॥૩॥ ઘરમાં કુમારિકા વર્તે છે દીકરો હજી બાળ છે ધન ઉપાર્જન કરતો નથી. ઘણા રોગોથી વ્યાપ્ત કુટુંબ છે. દવા લાવવા માટે પૈસા નથી ।।૪। આજે ઘણા મહેમાન આવી ગયા છે, ઘર અને દુકાન જીર્ણ થઈ ગયા છે, પાણી ઝરે છે અને સર્વે ગળી ગયું છે ॥૫॥ મારી પત્ની ઝઘડાખોર છે. પરિજન અસંવૃત છે, સ્વામીની દૃષ્ટિ વિષમ છે, દેશ ધારણ કરવા યોગ્ય નથી રહ્યો એટલે હવે બીજે ઠેકાણે જાઉં છું IIઙા સમુદ્રમાં પ્રવેશ કરું ? પૃથ્વી ઉપર ભ્રમણ કરું ? ધાતુને ધમાવું ? અથવા વિદ્યા કે મંત્રની સાધના કરું કે દેવની પૂજા કરું ? III આજે પણ શત્રુઓ જીવે છે, મરી ગયો હોત તો સારું ! સ્વામી મારી ઉપર રુષ્ટ
વૈરાગ્યશતક ૪૮