________________
ભાષાંતર - પૂર્વે કહેલા પ્રકારો વડે તિર્યંચ ભવમાં જીવ લાખો દુ:ખોથી ખેદ પામતો
છતો અનંતી વાર ભયંકર એવા ભવ વનમાં વસેલો છે. I૮all ગાથાર્થ – હે જીવ! દુષ્ટ એવા આઠ કર્મ રૂપી પ્રલયના પવનથી પ્રેરાઈને ભીષણ
ભવાટવીમાં ભટકતાં નારકીમાં પણ તે અનંતી વાર ગયેલો છે. I૮૪ો ભાષાંતર – હે જીવ ! તું ભયજનક એવા ભવારણ્યમાં રહેલો, દુષ્ટ ફલને
આપવાવાળા જ જ્ઞાનાવરણીયાદિ આઠ સંખ્યાવાળા કર્મો, તે જ કર્મો રૂપી પ્રલયકાલના પવનથી પ્રેરાયેલો છતો રખડતો નારકીમાં પણ અનંતી વાર દુ:ખને પામ્યો છે. ll૮૪
ગાથાર્થ – જ્યાં વજના અગ્નિ સમાન દાહ છે અને અતિશય ઠંડી ની વેદના છે તેવી
સાત નરકની પૃથ્વીને વિષે કરુણ શબ્દોથી વિલાપ કરતો તું અનંતી વાર
વસેલો છે. ll૮પો. ભાષાંતર - હે જીવ! તું વજના અગ્નિ સમાન દાહની વેદના અને અતિશય ઠંડીની
વેદના જ્યાં છે તેવી સાત નરકની પૃથ્વીને વિષે કરુણ શબ્દોથી એટલે દયાજનક અવાજ વડે વિલાપ કરતો અનંતી વાર વસેલો છે, નરકને વિષે ઉષ્ણવેદના અને શીતવેદનાના સ્વરૂપને આગમને જાણનારા જણાવે છે. તે આ પ્રમાણે - ઉનાળાનાં અંત સમયે આકાશના મધ્યભાગમાં સૂર્ય આવતે છતે અને મેઘથી રહિત આકાશ હોય ત્યારે અત્યંત પીતના પ્રકોપથી પીડાતા, દૂર કર્યા છે, મસ્તક પરથી સર્વપ્રકારના છત્રને જેને એવા, અને જેની ચારે બાજુ ભયંકર અગ્નિની જ્વાલા બળી રહી છે એવા પુરુષને જેવા પ્રકારની ઉષ્ણ વેદના થાય છે, તેનાથી પણ ઉષ્ણવેદનાથી યુક્ત નરકમાં, નારકોને અનંતગુણી ઉષ્ણવેદના હોય છે. અને વળી ઉષ્ણવેદનાવાળી નરકથી નારકોને ઉપાડીને બળતા ખદિરના અંગારાના સમૂહમાં નાખીને બળાય, તો ચંદનથી જાણે લેપ કર્યો હોય તેમ અત્યંત સુખેથી નિદ્રાને પ્રાપ્ત કરે. તથા પોષ અથવા મહા મહિનાની રાત્રિમાં, વાદળ રહિત આકાશ હોતે છતે, હૃદયાદિને કંપાવનારો પવન વાતે છતે, હિમાચલની પૃથ્વીમાં રહેલા, અગ્નિ રહિત, આશ્રય રહિત, ગવરણ રહિત અને ઝાકળના
વૈરાગ્યશતક ૪૭