________________
અને વળી અર્થ તે રત્ન-કુખ્યાદિ, તેનો સમસ્ત પ્રકારે લોભ જેને છે, તે અર્થનો લોભી પણ મમ્મણ શેઠની જેમ કાલ અને અકાલે કાર્ય કરનાર થાય છે. તે મમ્મણ શેઠની કથા આ પ્રમાણે - આ શેઠ કેવા પ્રકારનો છે ? તો કહે છે કે અર્થને ઉપાર્જન કરવામાં સમર્થ એવી યૌવનવય પ્રસાર થઈ ગઈ છે જેને તેવો, જલ-સ્થલ માર્ગે મોકલેલા છે અનેક દેશોમાં કરિયાણાથી ભરેલા વહાણોવાળો, તથા ગાડા અને ઊંટના સમૂહથી ભરેલા ભારવાળો પણ, સાત રાત્રિ સુધી નિરંતર મુશલની ધારા સમાન જલધારા, વરસતે છતે અને રોકાઈ ગયો છે સકલ પ્રાણીઓના સમૂહનો સંચારનો મનોરથ એવી વર્ષાઋતુમાં, મહાન નદીઓના પાણીનાં પૂરથી આવેલા લાકડાને ગ્રહણ કરવાની ઇચ્છાવાળો, ઉપભોગ અને ધર્મને આરાધવાના અવસરે પણ સમસ્ત શુભ પરિણામથી પરાભુખ થયેલો ફક્ત અર્થને ઉપાર્જન કરવામાં જ પ્રવૃત્ત થયેલો છે. કહ્યું છે કે “ઉડે સુધી ખોદે છે, ખોદે છે અને નિધાન રૂપે દાટે છે, રાત્રે સૂતો નથી અને દિવસે પણ કોઈ લઈ જશે એવી શંકાવાળો રહે છે. જ્યાં ધન દાટેલું છે ત્યાં લીંપે છે. તેને સ્થિર કરે છે, અને ક્યાં સંતાડ્યું છે એ જણાય તે માટે ચિહ્ન કરે છે. વારંવાર ચિહ્ન કરે છે. ખાલી થઈ જવાના ભયથી ભોગવતો નથી, ખાવા માટે પણ સમર્થ થતો નથી. આજે ઘરે પણ રહીશ નહીં, આજે ઘણું કામ કરવા યોગ્ય છે. આ પ્રમાણે અનંત સુખ રૂપ મોક્ષમાર્ગમાં તું આદરને શિથિલ કરે છે, પરંતુ મોક્ષે
જવાને માટે તેના હેતુરૂપ અહિંસાદિમાં પ્રવર્તતો નથી. ૭૭ ગાથાર્થ – દુઃખનું જ કારણ છે, દુઃખનું જે ફલ છે અને જે અત્યંત દુઃખે કરીને સહન
થાય તેવા દુઃખરૂપ છે, તે સંસારને પણ સ્નેહની સાંકળથી અતિશય
બંધાયેલા જીવો ત્યજતા નથી. ૭૮ ભાષાંતર - હે જીવ ! આ સંસાર દુ:ખનો હેતુ છે તથા દુ:ખ જ છે ફલ જેનું તેવો
દુ:ખફલક છે અને વળી જે સહન કરવા માટે પણ અશક્ય હોય તેવા દુ:ખના સ્વરૂપવાળો છે, તેવા ભયંકર સંસારને પણ સ્નેહની સાંકળથી અતિશય બંધાયેલા જીવો, બ્રહ્મદત્તાદિની જેમ ત્યજતા નથી. મરણ રૂપી અંત આવે તેવા રોગાદિની વેદના વડે પરાભૂત થયેલો બ્રહ્મદત્ત સંતાપના અતિશયપણાથી સ્પર્શ કરતી પોતાની પ્રિયાની જેમ વિશ્વાસના સ્થાન
વેરાગ્યશતક
૪૪