________________
સ્વામી અથવા પોષણ કરનાર, એ પ્રમાણે મોહિત મનવાળો વસે છે. તથા કહેલું છે કે મારા પુત્રો, મારા ભાઈ, મારા સ્વજનો, મારું ઘર, મારી પત્નીવર્ગ એ પ્રમાણે મારું મારું આવા શબ્દોને બોલતા જનને મૃત્યુ પશુની જેમ હરે છે. તેના પુત્ર-ભાર્યા અને પરિગ્રહના મમત્વ દોષો વડે મનુષ્ય નાશ પામે છે, રેશમના કીડા (કોશેટાના કીડા)ની જેમ પરિગ્રહથી દુ:ખને પામે છે. રાઈ તથા એ જ પ્રમાણે કષાય અને ઇન્દ્રિયમાં પ્રમત્ત એવો માતા-પિતાદિને માટે અર્થને ઉપાર્જન કરવામાં અને રક્ષણમાં તત્પર કેવલ દુ:ખને જ અનુભવે છે. અને કહ્યું છે કે અહો ! રાત્રિ-દિવસ-પક્ષ-માસમાં નિવૃત્ત થયેલા શુભાધ્યવસાયવાળો જીવ ચારે બાજુથી દુ:ખી થતો રહે છે. તે આ પ્રમાણે - સાથે ક્યારે જાય છે ? કરિયાણું ક્યાં છે ? ક્યાં કેટલી ભૂમિ છે ? કય-વિક્રયનો કાળ કયો છે ? કોના વડે ક્યાં તે કેમ નીકળે છે ? લો અને તે ખેદ પામતો કેવા પ્રકારનો થાય છે ? તો કહે છે કે કાલ એટલે કે કર્તવ્ય અવસર, તેનાથી વિપરીત અકાલ વડે અનુષ્ઠાનને કરે છે. અર્થાત્ કરવાના સમયે કાર્ય ન કરે અને અન્યદા કરે, અથવા તો જે પ્રમાણે કાલે કરે છે તેમ જ અકાલે પણ કરે. છે અને જેમ અનવસરે ન કરે એમ અવસરે પણ ન કરે. આ પ્રમાણે અન્યમાં મન હોવાથી દૂર થયો છે કાલાકાલનો વિવેક જેણે તે આ પ્રમાણે કરે છે, “જેમ ચાલી ગયેલો છે સ્વામી જેનો અને કરી છે કિલ્લા આદિથી રક્ષા જેણે એવી મૃગાવતીએ પકડાવાના કાલને પસાર કરીને પ્રદ્યોતરાજા વડે ગ્રહણ કરાઈ. જે વળી સમ્યકકાલ ઉત્થાયી હોય છે, તે યથાકાલ પરસ્પરને બાધા ન થાય તેમ સર્વે ક્રિયા કરે છે. તથા કહેલું છે કે “આઠ માસ વડે, તે રીતે કરવું જોઈએ કે ચાર માસ શાન્તિથી પસાર થાય. દિવસે તે રીતે કરવું જોઈએ જેથી રાત્રિ સુખેથી પસાર થાય. તેવી જ રીતે પૂર્વ ક્રોડના આયુષ્ય વડે તે પ્રમાણે કરવું જોઈએ કે જેથી અંતે સુખી થવાય. અને ધર્માનુષ્ઠાનને કાંઈ પણ અકાલ નથી, જેમ મૃત્યુને અકાલ હોતો નથી તેવી રીતે. વળી કયા અર્થે કાલાકાલ સમુત્થાયી થાય છે, તો કહે છે સંયોગનું પ્રયોજન જે છે તે સંયોગાર્થી કહેવાય છે. ત્યાં ધન-ધાન્ય-હિરણ્ય દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય, પન્યાદિ સંયોગ તેના વડે પ્રયોજન છે જેને તે, અથવા શબ્દાદિ વિષયોના સંયોગનો અર્થી અથવા માતા-પિતાદિના સંયોગનો અર્થી હોય, તે કાલાકાતે કાર્ય કરવાવાળો થાય છે.
વૈરાગ્યશતક ૪૩