________________
પુત્રો, મારી દીકરી, મારી પુત્રવધૂ, મારા મિત્ર-સ્વજન-સંગ્રંથ-સંસ્તુત, મારા સુંદર ઉપકરણ-પરિવર્તન-ભોજન-આચ્છાદન એ પ્રમાણે વૃદ્ધ એવો મોહિત મનવાળો લોકમાં વસે છે. રાત દિવસ દુ:ખી થતો કાલ અકાલને જોયા વગર પ્રવૃત્તિ કરે છે. સંયોગનો અર્થી અને અર્થનો લોભી હોય છે. - તેની ટીકા આ પ્રમાણે - માતા વિષયક રાગ, સંસારના સ્વભાવથી અથવા તે માતા ઉપકાર કરતી હોવાથી થાય છે અને રાગ થયે છતે મારી માતા સુધા-પિપાસાદિ વેદનાને ન પામે, આથી ખેતી, વેપારાદિ પ્રાણીઓનો નાશ કરનારી ક્રિયાને આરંભે છે. માતાને ઉપઘાત કરનારની ઉપર અથવા તો માતા અકાર્યમાં પ્રવૃત્ત થાય તો તેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. તે આ પ્રકારે અનંતવીર્યની ઉપર રાગી બનેલી રેણુકાને વિષે રામને દ્વેષ ઉત્પન્ન થયો તેમ. એ પ્રમાણે આ મારા પિતા છે એ પ્રમાણે પિતા નિમિત્તે રાગ-દ્વેષ થાય છે. જેમ રામ વડે પિતા ઉપરના રાગથી અને તેમના હણનારને વિષે દ્વેષથી સાત વાર ક્ષત્રિયોને મરાવ્યા. સુભૂમ વડે પણ એકવીસ વાર બ્રાહ્મણોને મરાયા. આ પ્રમાણે આ મારા ભાઈ છે બહેન છે, એ નિમિત્તે પ્રાણી ક્લેશને અનુભવે છે. તથા પત્ની નિમિત્તક રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે - બહેન અને બનેવી આદિથી અવજ્ઞા પામેલી ભાર્યાથી પ્રેરાયેલા, અને દ્રવ્યને માટે નંદની પાસે ગયેલા ચાણક્ય વડે કોપથી નંદ કુલનો ક્ષય કરાયો. તથા મારા પુત્રો જીવતા નથી, આથી આરંભમાં પ્રવર્તે છે. એવી જ રીતે મારી પુત્રી દુ:ખી છે, એ પ્રમાણે રાગ-દ્વેષથી હણાયેલા ચિત્તવાળા, પરમાર્થને નહીં જાણતા તેવા-તેવા અકાર્યોને કરે છે કે જેના વડે આલોક સંબંધી અને પરલોક સંબંધી અપાયોને પામે છે. તે આ પ્રમાણે - જમાઈ કંસ મરાતે છતે પોતાના બલના અવલેપથી પાછા ફરેલા વાસુદેવની પાછળ જનાર બલ-વાહન સહિત જરાસંઘ ક્ષયને પામ્યો. પુત્રવધૂ મારી જીવતી નથી ઇત્યાદિ આરંભમાં પ્રવર્તે છે. મારા-મિત્રો, કાકાદિ સ્વજનો, સંગ્રન્થ એટલે કે સ્વજનોના સ્વજન એટલે કાકાના પુત્ર, સાળો વગેરે, સંસ્તુત એટલે કે ફરી-ફરી દર્શન વડે પરિચિત અથવા પૂર્વ સંસ્તુત માતા પિતાદિ વડે કહેવાયેલા, પશ્ચાતુ સંસ્તુત સાળાદિ મારા દુ:ખિત છે, એમ ખેદને પામે છે. સુંદર અથવા પ્રચુર હાથી-રથ-આસન-પલંગાદિ, મોદકાદિ ભોજન, પટ્ટયુગાદિ આચ્છાદન તે મારું નષ્ટ થશે એ પ્રમાણે અર્થમાં જ આસક્તિવાળો થયેલો લોક માતા-પિતાદિ રાગાદિ નિમિત્તક સ્થાનોને વિષે મરણ પર્યત આ મારા સ્વજનો અથવા તો હું આ લોકોનો
વૈરાગ્યશતક
૪૨