________________
ભાષાંતર - ત્રણે ભુવનમાં સમસ્ત લોકને મરતા જોઈને, જેઓ આત્માને ધર્મ માર્ગમાં
જોડતા નથી તથા હિંસાદિ પાપથી અટકતા નથી તેઓની ધૃષ્ટતાને
ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. li૭પા ગાથાર્થ – જેઓ ચીકણાં કર્મથી બંધાયેલા છે, તેમને બહુ બોધ ન આપો. તે સર્વેને
હિતોપદેશ મહાષમાં પરિણમે છે ૭૬il
ભાષાંતર - ખેદની વાત છે કે આ લોકો ફરી ફરી બોધ પમાડવા છતાં પણ શા માટે
બોધ પામતા નથી ? આ પ્રમાણે બોલો નહીં. અથવા અયોગ્યની પ્રતિ ઉપદેશ આપવાથી ગુરુઓની પ્રતિ શિષ્યો આ પ્રમાણેના વાક્યને કહે છે. હે ગુરુ ! બહુ હિતકારી ઉપદેશ ન આપો. કયા કારણથી ? કે જે પ્રાણીઓ અત્યંત ગાઢ જ્ઞાનાવરણીયાદિ કર્મો વડે જે કારણથી બંધાયેલા છે. તેઓને ધર્મનો ઉપદેશ મહાદોષ અથવા મહાદ્વેષને માટે થાય છે. દોષ વળી આ પ્રમાણે - “કાચા ઘડામાં સ્થાપન કરેલું પાણી જેમ પાણીનો અને ઘડાનો વિનાશ કરે છે તેમ આ સિદ્ધાંતનું રહસ્ય અલ્પ આધારવાળાને કે જે પચાવી ન શકે તેને આપવામાં આવે તો તેની જેમ નાશ થાય છે. ગાઢ કર્મોથી બંધાયેલા જીવોને અભિમાનથી મને પણ આ એ પ્રમાણે ઉપદેશ આપે છે ઇત્યાદિ રૂપ દ્વેષ થાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્યાદિની જેમ. જેથી કહેવું છે કે “ખરેખર મૂર્તોને અપાતો ઉપદેશ કોપને માટે થાય છે, પરંતુ શાન્તિને માટે થતો નથી. સર્પોને કરાવાતું દૂધનું પાન કેવલ વિષને વધારનારું છે ||૧|| અને જે કારણથી ગાઢ કર્મોવાળાને હિતોપદેશ મહાદોષ અથવા મહાદ્વૈષ માટે થાય છે. તે
કારણથી તેવા જીવોને બહુ બોધ આપો નહીં. ll૭કા ગાથાર્થ – અનંત દુઃખના કારણ રૂપ એવા ધન, સ્વજન અને વૈભવ વિગેરેમાં તું
મમત્વ કરે છે, પરંતુ અનંત સુખ-રૂપ મોક્ષમાં તું આદરને શિથિલ કરે
છે. I૭૭. ભાષાંતર - હે મૂઢાત્મા ! તું અનંત દુ:ખના કારણ રૂપ સોનું-રૂપુ વિગેરે ધન, માતા
પિતાદિ સ્વજન તથા હાથી, ઘોડાદિ વૈભવને વિષે મમત્વ કરે છે તથા શ્રી આચારાંગમાં લોકવિજય અધ્યયનમાં પહેલા ઉદ્દેશામાં) કહેલું છે કે મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બેન, મારી પત્ની, મારા
વેરાગ્યશતક
૪૧