________________
ગાથાર્થ
ભાષાંતર - શ્રી સૂયગડાંગ સૂત્રના વૈતાલીયાધ્યયનમાં ભગવાન શ્રી આદિનાથ, ભરત ચક્રવર્તીના તિરસ્કારથી સંવેગ પામેલા પોતાના પુત્રોને ઉદ્દેશીને કહે છે, અથવા સુર-અસુર-મનુજ ઉરગ તિર્યંચોને ઉદ્દેશીને કહે છે કે બોધ પામો, આવી ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થવા છતાં કયા કારણથી ધર્મને વિષે બોધ નથી પામતા ? જે કારણથી નહીં કરેલા ધર્મવાળાઓને પરલોકમાં ધર્મની પ્રાપ્તિરૂપ બોધિ દુર્લભ છે. વહુ શબ્દનો અવધારણ અર્થ હોવાથી સુદુર્લભ જ છે. “દુ” નિશ્ચય અર્થમાં છે. પસાર થયેલા રાત્રિ-દિવસો ફરી પાછા આવતા નથી, અર્થાત્ કે પસાર થયેલો યૌવનાદિ કાલ પાછો આવતો નથી. તેમ સંયમ જીવન પણ ફરી-ફરી સુલભ નથી, અથવા તો ત્રુટિત થયેલા આયુષ્યને સાંધવાને કોઈ શક્તિમાન નથી. આ પ્રમાણે આયુષ્યનું અનિત્યપણું કહ્યું. II૭૩]
ગાથાર્થ જુઓ ! બાળકો, વૃદ્ધો અને ગર્ભમાં રહેલા મનુષ્યો પણ મૃત્યુ પામે છે. બાજ પક્ષી જેમ તેતર પક્ષીનું હરણ કરે છે તેમ આયુષ્યનો ક્ષય થતાં યમદેવ જીવિતને હરે છે. ૭૪॥
તમે બોધ પામો. તમે કેમ બોધ પામતા નથી ? ખરેખર પરલોકમાં બોધિબીજ દુર્લભ છે. જેમ ગયેલા રાત્રિ-દિવસો નિશ્ચે પાછા આવતા નથી, તેમ જીવન ફરી-ફરી સુલભ નથી. Ilesl
-
ગાથાર્થ
-
ભાષાંતર – જુઓ કેટલાક બાળકો જીવિતને ત્યજે છે તથા કેટલાક વૃદ્ધો અને ગર્ભમાં રહેલા માનવો પણ જીવિતને ત્યજે છે. મનુષ્ય ઉપદેશને યોગ્ય હોવાથી અહીં તેઓનું ગ્રહણ કર્યું છે. જેથી સર્વ અવસ્થામાં પ્રાણી જીવિતને ત્યજે છે. તે આ પ્રમાણે – ત્રણ પલ્યોપમના આયુષ્યવાળાને પણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત વડે જ કેટલાકનું મૃત્યુ ઉપસ્થિત થાય છે. દૃષ્ટાન્તને કહે છે - જેમ બાજ પક્ષી તિતિર પક્ષીને હણે છે, તેમ આયુષ્યનો ક્ષય થયે છતે પ્રાણોને યમદેવ-મૃત્યુ હણે છે, અથવા તો આયુષ્યના ક્ષયમાં જીવિત નષ્ટ થાય છે. [૭૪
-
ત્રણ ભુવનમાં માણસોને મરતા જોઈને જેઓ આત્માને ધર્મમાર્ગે દોરતા નથી અને પાપથી અટકતા નથી, તેમની ધૃષ્ટતાને ધિક્કાર થાઓ. II૭૫ા
વૈરાગ્યશતક ૪૦