________________
ભાષાંતર - હે જીવ! હે આત્મા ! તું સાંભળ, શું સાંભળ ? તો કહે છે કે ચંચળ
સ્વભાવવાળા એટલે ચપલ સ્વરૂપવાળા સઘળા શરીરાદિ બાહ્યભાવો તથા નવ પ્રકારનો જે પરિગ્રહ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રુપ્ય, સુવર્ણ કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ રૂપ જે અનેક પ્રકારનો સમૂહ છે, તેને મૂકીને તું પરલોકમાં જઈશ. (એ અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે) અહીં સંસારમાં જે ધનધાન્યાદિક છે, તે ઇન્દ્રજાલ સમાન છે. વસ્તુ સ્વરૂપે જે વાસ્તવિક રીતે ન હોય, પરંતુ તાત્રિક પ્રયોગથી જે અવિદ્યમાન વસ્તુને પ્રકાશિત
કરે તે ઇન્દ્રજાલ કહેવાય. ll૭૦ ગાથાર્થ - હે મૂર્ખ ! આ લોકમાં પિતા, પુત્ર, મિત્ર, પત્ની વિગેરેનો સમૂહ પોતાનું સુખ
શોધવાના સ્વભાવવાળો છે. કોઈ તને શરણરૂપ નથી. તિર્યંચ અને નરકના
દુઃખો તું એકલો જ સહન કરીશ. ૭૧ ભાષાંતર - હે મૂર્ખ ! હે અજ્ઞાની ! હે આત્મા! જે પિતા, પુત્ર, મિત્ર, પત્નીને માટે
તું દ્રવ્ય ઉપાર્જન કરવામાં બીજાને ઠગવું, અનીતિ, અન્યાયાદિ કરે છે, પરંતુ તે સ્વજનો ફક્ત આલોક સંબંધી જ છે. પરલોકમાં નરકાદિ ગતિમાં પ્રાપ્ત થયેલા તને શરણરૂપ એટલે નિર્ભયપણુ આપવા માટે સમર્થ નથી. તારા આત્મ કલ્યાણને માટે કોઈ પણ નથી. તેઓ પોતાનું સુખ શોધવાના સ્વભાવવાળા છે. પરલોકમાં તું એકલો જ તિર્યંચ, નરકાદિનાં દુ:ખો સહન કરીશ. ત્યાં તને કોઈ રક્ષણ કરનાર નથી. જે વર્તમાન કાલમાં પ્રસિદ્ધ હોય તે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં પણ થાય છે. એ વચનથી અહીં સૌંસ પ્રયોગ વર્તમાનકાળનો કર્યો હોવા છતાં
દુષ્ટ નથી. ||૭૧ી. ગાથાર્થ – જેમ ડાભના અગ્રભાગે રહેલું ઝાકળ (પાણી)નું લટકતું બિંદુ થોડી જ
વાર ટકે છે, તેમ મનુષ્યનું જીવિત પણ અલ્પકાળ રહે છે. માટે હે
ગૌતમ! એક સમય પણ પ્રમાદ ન કર. ૭૨. ભાષાંતર – જે પ્રમાણે ઘાસના અગ્રભાગ પર લટકતું શરદઋતુમાં થનારું પાતળું
ઝાકળનું વર્ષાનું બિંદુ અલ્પકાળ રહે છે. (અહીં સ્વાર્થમાં પ્રત્યય કરેલો છે અને કાળ એ અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે) એ પ્રમાણે મનુષ્યનું જીવન પણ અલ્પકાળ રહેવાના સ્વભાવવાળું છે આથી હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ ન કર. ૭૨
વૈરાગ્યશતક
૩૯