________________
ગાથાર્થ - અનેક જન્મ મરણોના સેંકડો પરાવર્તનો કરીને મહાકષ્ટ વડે જ્યારે જીવ
મનુષ્યપણું પામે છે, ત્યારે તેનું યથેચ્છિત તે પ્રાપ્ત કરે છે. Iકા ભાષાંતર – હે જીવ! અનેક એટલે કે અનંત જન્મ મરણનાં, ક્યારેક જન્મ તો
ક્યારેક મરણ, એ રૂપે સેંકડો પરાવર્તન કરીને દુ:ખ વડે આ જીવ, ઇચ્છા મુજબનું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. સુખ વડે નહિ અર્થાતુ કે સહેલાઈથી પ્રાપ્ત થતું નથી. જે કુશલ પક્ષને કરનાર હોય છે તે વળી સુખ
વડે મરીને સુખવડે જ ફરી પ્રાપ્ત કરે છે. કોઈ ગાથાર્થ – પરંતુ તે દુર્લભ અને વિદ્યુલ્લતા જેવું ચપળ મનુષ્યપણું પામીને જે
ધર્મકાર્યમાં ખેદ કરે છે, તે ક્ષુદ્ર પુરુષ છે, સપુરુષ નહિ. ૧૮
ભાષાંતર – ચુલ્લકાદિ દશ દૃષ્ટાંતની વ્યવસ્થા વડે દુર્લભ તથા વીજળીના પલકારાની
જેમ ચંચળ એવું મનુષ્યપણું પ્રાપ્ત કરીને, (એ અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે) જે મનુષ્ય ભાગ્યના વશથી પ્રાપ્ત થયેલા, જિનેશ્વરે કહેલા ધર્મમાં પ્રમાદ કરે છે અર્થાત્ કે ખેદને ધારણ કરીને ધર્મને સારી રીતે
આચરતો નથી તે શુદ્ર પુરુષ છે, સપુરુષ નહિ. ૬૮ ગાથાર્થ - ધનુષ્યની દોરી તૂટી ગયા પછી જેમ ધનુર્ધારીને અવશ્ય હાથ ઘસવા પડે
છે, તેમ સંસાર સાગરના કિનારા રૂપી માનવજન્મને પામીને જેણે જિનેન્દ્ર
કહેલા ધર્મનું સેવન ન કર્યું, તેને અવશ્ય હાથ ઘસવા પડશે. એકલા ભાષાંતર - સંસાર સાગરના કિનારા રૂપી મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છતે જે મનુષ્ય વડે
(ા પાદપૂર્તિ માટે છે) જિનેશ્વરે કહેલા અહિંસાદિ રૂપ ધર્મનું આચરણ કરાયું નથી, તે મનુષ્ય વડે નિચ્ચે મરણ સમય પ્રાપ્ત થયે છતે હાથ ઘસવા યોગ્ય છે કે હા!હા!મારાવડે સામગ્રીને પ્રાપ્ત કરવા છતાં ધર્મરૂપ ભાતુ એકઠું ન કરાયું, હવે હું શું કરું ? કોના વિષે કોની જેમ આ હાથ ઘસવા જેવું છે? તો કહે છે કે જેમ ધનુષ્યની દોરી તૂટી ગયા પછી યુદ્ધભૂમિમાં ધનુર્ધારી વડે હાથ ઘસવા પડે છે, તેની જેમ આ જીવ વડે પણ અવશ્ય હાથ
ઘસવાનું રહેશે. અહીં મૃાતિ નો “મ” આદેશ થયો છે. IIકા ગાથાર્થ – રે આત્મા ! સાંભળ, ચંચળ સ્વભાવવાળા સકળ બાહ્ય ભાવોનો અને નવ
પ્રકારની પરિગ્રહની વિવિધ જાળને મૂકીને જવાનું છે. માટે સંસારમાં સઘળું ઇંદ્રજાળ જેવું છે. કoll
વૈરાગ્યશતક
૩૮