________________
અનંતવાર, અનેક પ્રકારનું ભયાનક અશાતાવેદનીય રૂ૫ દુ:ખ અનુભવાયેલું છે. Iકરો
ગાથાર્થ - અનેક પ્રકારની મહાભયંકર વેદના યુક્ત તિર્યંચગતિને પામીને ત્યાં જન્મ
મરણ રૂ૫ રેંટમાં અનંતવાર તેં પરિભ્રમણ કર્યું છે. કal
ભાષાંતર - હે જીવ! તું તિર્યંચગતિને પામેલો, અનેક પ્રકારની મહાભયંકર વેદનાને
સહન કરતો છતો જન્મ-મરણ રૂપ રેંટમાં અનંતવાર ભયેલો છે. અને કહેલું છે કે “પરલોકમાં જે નિયમવાળા થયેલા હોય છે તે તિર્યંચના જીવો આ લોકમાં અસાર એવી ચાબૂક, અને સેંકડો નિપાત વધ-બંધ અને મરણને પામતા નથી. IIકall
ગાથાર્થ – સંસારમાં જેટલા શારીરિક અને માનસિક દુઃખો છે, તે સર્વે દુ:ખો જીવે
ભવાટવીમાં અનંતવાર પ્રાપ્ત કર્યા છે. જો
ભાષાંતર - હે આત્મા! આ સંસાર રૂપી જંગલમાં જેટલા શરીર સમ્બન્ધી દુ:ખો અને
મનથી ઉત્પન્ન થયેલા દુઃખો છે, તે સર્વે દુ:ખો આ જીવે અનંતવાર પ્રાપ્ત કરેલા છે. ૪.
ગાથાર્થ – સંસારમાં અનંતવાર તને એવી તૃષા થઈ હતી કે જેને શમાવવાને સકલ
સાગરનું પાણી અસમર્થ થાય. IIકપા.
ભાષાંતર - હે જીવ ! સંસારમાં અર્થાતુ કે નરકમાં તને તેવા પ્રકારની તૃષા
અનન્તવાર પ્રાપ્ત થયેલી હતી કે જે તૃષાને શાંત કરવા માટે સઘળા
સમુદ્રોનું પાણી પણ શક્તિમાન ન થાય. ગાથાર્થ – સંસારમાં અનંતવાર તારી ભૂખ પણ એવા પ્રકારની હતી કે જે શમાવવાને
સર્વ પુદ્ગલો પણ સમર્થ ન થાય. કડા
ભાષાંતર – હે જીવ!તને સંસારમાં અર્થાતુ કે નરક ભવમાં અનંતવાર તેવા પ્રકારની
ભૂખ પ્રાપ્ત થયેલી હતી કે જેને શાંત કરવા માટે સર્વે ઘી વિગેરે પુદગલો પણ સમર્થ થાય નહીં.
વૈરાગ્યશતક
૩૭