________________
“પંડિત વડે વિદ્યમાન પદાર્થને વિષે આશ્ચર્ય ન કરવો એ શક્ય છે અને અવિદ્યમાન પદાર્થને વિષે શોક ન કરવો એ શક્ય છે. કારણ કે વૃક્ષની ઉપમાને જાણે છે. (પીપળ પાન ખરંતા હસતી કૂપળિયાં, મુજ વીતી તુજ વિતશે ધીરી બાપડિયા) એટલે હૃદય વડે હિતને ધારણ કરો” ના. “નિર્મલ અને ઉજ્જવળ છત્રવાળો રાજા ચક્રવર્તી થઈને તે જ ખરેખર
ફરીથી અનાથશાલાનું સ્થાન થાય છે. કoll ગાથાર્થ – હે જીવ ! અશાતા રૂ૫ દુ:ખથી ભરપૂર અને ઉપમારહિત બહુવિધ
વેદનાઓ નારકીમાં અનંતવાર તે પ્રાપ્ત કરી છે.
ભાષાંતર - હે જીવ ! તારા વડે રત્નપ્રભાદિ સાત નરકમાં અનન્તવાર, અનેક
પ્રકારની, ઉપમા ન આપી શકાય તેવી અશાતાવેદનીય કર્મથી ઉત્પન્ન થયેલી વેદના પ્રાપ્ત કરાઈ છે. જેથી કહેવું છે કે હે ભગવંત! નારકી કેટલા પ્રકારની વેદના અનુભવતા રહેલા છે ? હે ગૌતમ ! દશ પ્રકારની વેદના અનુભવતા નારકો રહેલા છે. તે આ પ્રમાણે ૧, શીત, ૨, ઉષ્ણ, ૩, સુધા, ૪, તૃષા, ૫, ખણજ, ૩, પરવશતા, ૭, જ્વર, ૮, દાહ, ૯, ભય, ૧૦, શોક. આની ટીકા આ પ્રમાણે - ત્યાં અનંતી ઠંડી અને ગરમી હોય છે તે પ્રતીત છે. સુંધા વળી નારકોને હંમેશાં રહેનારી છે. તે ક્ષુધા વેદનાથી બળતા નારકો જગતમાં રહેલા સઘળા ઘી વિગેરે પુગલોના આહારથી પણ તૃપ્ત ન થાય, વળી તેઓને હંમેશાં તૃષા પણ ગળું, ઓઠ, તાળવું જીભાદિને સૂકાવનારી હોય છે. જે તૃષા સઘળા સમુદ્રનું પાણી પીવા છતાં પણ શાંત ન થાય તેવી હોય છે. છરીથી ખણવા છતા પણ શાંત ન થાય તેવી ખણજ હોય છે, સદાકાળ પરવશપણું હોય છે. અહીંયા થતા જ્વર કરતાં ત્યાં માવજીવ સુધી અનંતગુણ વર હોય છે. દાહ, ભય, શોક
પણ અહીંયા કરતા અનંતગુણા હોય છે. ૬૧// ગાથાર્થ – દેવભવમાં અને મનુષ્યભવમાં તેના પરાધીનપણાને પામેલા તે અનેક
પ્રકારનું ભીષણ દુઃખ અનંતવાર અનુભવ્યું છે. Iકરા
ભાષાંતર - હે જીવ! તારા વડે દેવભવમાં તથા મનુષ્યભવમાં તારાથી અન્ય એવા
જે દેવો અને મનુષ્યો તેઓનું પરવશપણું પ્રાપ્ત કરીને તેનાથી
વૈરાગ્યશતક
૩૬