________________
અથવા તો તેની સ્પૃહા ન કરે. ત્યાં જો ઉચ્ચ-નીચ સ્થાનોમાં પ્રાણી વારંવાર ઉત્પન્ન થાય છે તો શું ? “તિ સંય' ઇતિ એ ઉપપ્રદર્શન અર્થમાં છે, એટલે કે પૂર્વે કહેલું છે તે પ્રમાણે ઉચ્ચ-નીચ સ્થાનમાં ઉત્પાદાદિકને જાણીને કોણ બુદ્ધિમાન મારું ગોત્ર સર્વલોકમાં માનનીય છે બીજા કોઈનું નહીં એ પ્રમાણે ગોત્રવાદી થાય ? તથા મારા વડે અને અન્ય જીવ વડે સર્વે પણ સ્થાનો પૂર્વે અનેકવાર પ્રાપ્ત કરાયેલા છે, તેથી ઉચ્ચગોત્રના નિમિત્તે માનવાદી કોણ થાય ? તો કહે છે કે સંસારના સ્વભાવને જાણનાર કોઈપણ ન થાય. અનેક વાર અનેક સ્થાન અનુભવાય છતે તેની મધ્યમાં અથવા કોઈપણ એક ઉચ્ચગોત્રાદિક સ્થાન નહીં પ્રાપ્ત કરાયે છતે રાગાદિના વિરહથી એકની શા માટે ઈચ્છા કરે ? તાત્પર્ય આ પ્રમાણે છે કે- જાણેલા કર્મપરિણામવાળો વિચારે, જો તે સ્થાન મેં પૂર્વે પ્રાપ્ત ન કર્યું હોય તો તેમાં ગૃદ્ધિ કરવી યોગ્ય છે, અને આવું તો બનતું નથી. એ સ્થાન પણ પૂર્વે અનેકવાર પ્રાપ્ત કરેલું છે. આથી તેના લાભ અથવા અલાભમાં ઉત્કર્ષ કે અપકર્ષ કરવા યોગ્ય નથી. અને કહ્યું છે કે જે કારણથી અનાદિ સંસારમાં ભટકતા પ્રાણી વડે અનેકવાર તે અદૃષ્ટને આધીન એવા ઉચ્ચનીચ સ્થાનો અનુભવાયેલા છે. તેથી કોઈપણ ઉચ્ચાદિક મદસ્થાનને પામીને પંડિત એટલે કે હેયોપાદેય તત્વને જાણનાર હર્ષને ન કરે. અને કહેલું છે કે અહીં સંસારમાં ભટકતા મારા વડે સર્વે સુખો પણ બહુવાર પ્રાપ્ત કરાયા છે. તથા ઉચ્ચ સ્થાનો પણ બહુવાર પ્રાપ્ત કરાયા છે તેથી તેઓને વિષે મને વિસ્મય નથી //આંઠ માનના સ્થાનને મથન કરવા દ્વારા ઉત્પન્ન થયેલી નિર્જરા છે. જો તે નિર્જરાનો મદ પણ કરવાની ના પાડી હોય તો બાકીના મદસ્થાનોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ” અને વળી નિંદિત એવા નીચ સ્થાનોની પ્રાપ્તિ થયે છતે વૈમનસ્યપણું ન કરવું જોઈએ. તેથી જ કહ્યું છે કે, ભાગ્યના વશથી તેવા પ્રકારના લોકમાં અસંમત અને નિંદનીય એવા જાતિ-કુલ-રૂપ-બલ લાભાદિ પ્રાપ્ત કરીને ક્રોધ ન કરવો જોઈએ, કેટલા નીચસ્થાનો અથવા શબ્દાદિક દુ:ખ મારા વડે નથી અનુભવાયા, એ પ્રમાણે જાણીને ઉદ્વેગને વશ થઈને વિચારવું ન જોઈએ અને કહેલું છે કે અપમાનથી પરિભ્રંશથી, વધ-બન્ધનથી અને ધનના ક્ષયથી પૂર્વ સેંકડો જાતિમાં રોગો અને લોકો પ્રાપ્ત કરેલા છે.
વૈરાગ્યશતક
૩૫