________________
“આયુષ્યને પૂર્ણ કરતો સર્વ બંધનોને શિથિલ કરે છે અને દેહની સ્થિતિને છોડતો જીવ ઘણા પ્રકારને કરૂણતાનું ધ્યાન કરે છે. એક પણ કાર્ય એવું નથી આચરેલું જે સારું હોય, જેથી મને એનું બળ હોય ! તો મંદપુણ્યવાળા એવા મને મરણાંતે ખરેખર દૃઢતા કેવી રીતે આવે ? તથા મરણની પછી જેઓને નરકમાં તીવ્રવેદના છે, તેવા દુષ્કર્મ કરનાર રાત્રિમાં સુખપૂર્વક કેવી રીતે સૂઈ જાય ? તથા સર્વે જીવો જીવવાને માટે ઈચ્છે છે મરવા માટે નહીં, તે કારણથી નિદ્રંથો ધોર એવા પ્રાણીના વધને કરતા નથી. (દશ. અ. ૬-ની ગાથા ૧૧) આને સ્વીકારીને જ ભગવાન વડે આચારાંગમાં સમ્યક્ત્વ નામના અધ્યયનમા પ્રથમ ઉદ્દેશામાં કહેવાયેલું છે કે “હું કહું છું કે જે અરિહંત ભગવાન પૂર્વકાલમાં થઈ ગયા છે અને વર્તમાનકાળમાં જે વિદ્યમાન છે તથા જે ભવિષ્યકાળમાં થશે તે સર્વ આ પ્રકારે બોલે છે, આ પ્રકારે પ્રજ્ઞાપન કરે છે. આ પ્રકારે પ્રરૂપણા કરે છે કે સર્વ પ્રાણી, સર્વ ભૂતો, સર્વ જીવો, સર્વે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સઘળા જીવોને ન મારવા જોઈએ, આજ્ઞા ન કરવી જોઈએ. ગ્રહણ ન કરવા જોઈએ. તેને પરિતાપ ન આપવો જોઈએ, તેના પ્રાણોનો નાશ ન કરવો જોઈએ,
,
આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે, સમસ્ત લોકને કેવલજ્ઞાન દ્વારા જોઈને તીર્થંકરો દ્વારા આ કહેવાયેલ છે. આ જીવોને ન હણવા જોઈએ. આ પ્રમાણે કહેવા વડે તે જીવોનું મરણ દુ:ખ રૂપ છે તે જણાવાયું. તો શું કહેવા ઇચ્છે છે ? તો કહે છે કે જન્માદિનું કારણ હોવાથી સંસાર દુ:ખનો હેતુ જ છે, જ્યાં ચાર ગતિ રૂપ સંસારમાં પ્રાણીઓ જન્માદિ દુઃખ વડે ક્લેશને પામે છે, અથવા દ્રવ્યોપાર્જનાદિ માટે અનેક જીવો ખેદને પામે છે જે કારણથી કહ્યું છે કે પૈસાને મેળવવામાં દુ:ખ, મેળવાયેલાના રક્ષણમાં દુ:ખ, લાભમાં દુ:ખ, નાશમાં દુ:ખ, દુ:ખના સાધનરૂપ એવા અર્થને ધિક્કાર થાઓ. ।।૩૩।।
વૈરાગ્યશતક ૨૧