________________
ગાથાર્થ - જ્યાં સુધી ઇંદ્રિયોની હાનિ થઈ નથી, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા રૂપી
રાક્ષસી પ્રગટ થઈ નથી, જ્યાં સુધી રોગના વિકારો ઉત્પન્ન થયા નથી અને જ્યાં સુધી મૃત્યુ ઉલ્લસિત થયું નથી, ત્યાં સુધીમાં તે આત્મા ! ધર્મનું સેવન કરી લે. ૩૪
ભાષાંતર - હે આત્મા ! જ્યાં સુધી કર્ણાદિ ઇન્દ્રિયોની પોતપોતાના વિષયને ગ્રહણ
કરવાની શક્તિના નાશ રૂપ હાનિ થઈ નથી, તથા જ્યાં સુધી શરીરના સર્વસ્વનો નાશ કરતી હોવાથી જેને રાક્ષસીની ઉપમા આપી શકાય તેવી જરા રૂપી રાક્ષસી પ્રાપ્ત થઈ નથી, તથા જ્યાં સુધી રોગોના વિકારો ઉલ્લસિત થયા નથી, તથા જ્યાં સુધી મરણ સમયને ભેટવાનું થયું નથી, ત્યાં સુધી ધર્મને વિષે ઉદ્યમને કરો. તથા ભર્તુહરિઋષિ વડે કહેવાયેલું છે કે “જ્યાં સુધી આ શરીર રૂપી ઘર સ્વસ્થ છે, જ્યાં સુધી ઘડપણ દૂર છે, જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ હણાઈ નથી, જ્યાં સુધી આયુષ્યનો ક્ષય થયો નથી, ત્યાં સુધીમાં જ પંડિતો વડે આત્માના કલ્યાણમાં મોટો પ્રયત્ન કરવા યોગ્ય છે. ખરેખર ઘર બળતે છતે કૂવાને ખોદવાનો ઉદ્યમ કેવા પ્રકારનો કહેવાય !, l૩૪.
ગાથાર્થ – હે જીવ! જેમ ઘર બળતું હોય ત્યારે કૂવો ખોદવાને કોઈ શક્તિમાન ન થાય
તેમ મરણ નજીક આવતાં ધર્મ શી રીતે કરી શકાય ? રૂપા.
ભાષાંતર – જેમ ઘર અગ્નિથી બળતું હોય ત્યારે કૂવાને ખોદવા માટે કોઈ શક્તિમાન
થતું નથી, તેમ પરલોકગમન રૂપ મરણ નજીક આવે ત્યારે તે આત્મા ! ધર્મ કેવી રીતે કરાય ? જ્યારે ધર્મ કરવાનો અવસર હતો ત્યારે ન કર્યો, તો હમણાં મૃત્યુના ખોળામાં પ્રાપ્ત થયેલો તું શું કરીશ ? રૂપા
ગાથાર્થ - આ રૂ૫ અશાશ્વત છે. જગતમાં જીવિત વિદ્યુતની વેલડી જેવું ચપલ છે,
અને યૌવન સંધ્યાના રંગની જેમ ક્ષણ માત્ર રમણીય છે. ૩૬
વૈરાગ્યશતક ૨૨