________________
ક્યારેક વૃક્ષની ટોચ પર નિવાસ કરાયો છે. જીવને એક સ્થાને રહેવાનું નિશ્ચિત ન હોવાથી જુદા જુદા સ્થાને નિવાસ કરાયો છે. આ આત્મા નટની જેમ અન્ય-અન્ય રૂ૫ વડે પરાવર્તન પામે છે. તેથી કુળના અભિમાનને અવકાશ ક્યાંથી હોય ? તે માટે કહે છે - પછી
ગાથાર્થ – હે જીવ!તું દેવ બન્યો છે અને નારક બન્યો છે. કીડો અને પતંગિયું થયો છે
અને મનુષ્ય પણ થયેલો છે. તું સુંદર રૂપવાળો અને કુરૂપવાળો બન્યો છે.
સુખી બન્યો છે અને દુઃખી બન્યો છે. પટો ભાષાંતર - અહીં ઇતિ શબ્દ સર્વે ભેદોને બતાવવા માટે છે અને શબ્દ પોતે
પ્રાપ્ત કરેલા અનેક ભેદોનો સૂચક છે હે જીવ ! તું દેવ અને નારક બન્યો છે. કીડો - કૃમિ આદિ અને પતંગીયું બનેલો છે. ઉપલક્ષણથી દરેક તિર્યમ્ જાતિમાં ઉત્પન્ન થયો છે, મનુષ્ય પણ થયેલો છે અર્થાત્ કે અન્ય-અન્ય રૂપે આ જીવ પરાવર્તન પામે છે એમ દરેક ઠેકાણે ક્રિયાપદ સમજવું. વળી ક્યારેક સુંદર રૂપવાળો એટલે કે શરીરવાળો તો ક્યારેક કુરૂપવાળો, શોભા વગરનો બન્યો છે, વળી ક્યારેક
સુખને ભજનારો છે તો ક્યારે દુ:ખનો ભાગી થયો છે. પિતા ગાથાર્થ – હે જીવ! તું રાજા અને ભિખારી બન્યો છે. એ જ તું ચંડાળ અને વેદપાઠી,
સ્વામી અને દાસ, પૂજ્ય અને દુર્જન, નિર્ધન અને ધનવાન થયો છે. પહેલા
ભાષાંતર – તે પ્રમાણે આ જીવ રાજા અને ભિખારી બન્યો છે. તથા તે જ
પ્રમાણે આ જીવ ચંડાળ અને સામાદિ વેદોને જાણનાર શ્રેષ્ઠ બ્રાહ્મણ થયો છે. અહી વારંવાર “G” શબ્દનું ગ્રહણ અનેક પર્યાયો બદલાતા હોવા છતાં જીવદ્રવ્ય અર્થાત્ આત્મા એક સ્વરૂપે જ રહે છે, તે જણાવવા માટે કર્યું છે. આ એક આત્મા જ અન્ય-અન્ય રૂપોમાં પરાવર્તન પામે છે, તે આત્મદ્રવ્ય બદલાતું નથી. તથા આ જીવ સ્વામી એટલે કે પોતાના નોકરની અપેક્ષાએ નાયક અને બે અક્ષરવાળો દાસ થયો છે. ઉપાધ્યાયાદિ રૂપે પૂજ્ય અને દુર્જન,
ધનરહિત અને ધનવાન થયો છે. //પલા ગાથાર્થ – પોતે કરેલા કર્મની રચના પ્રમાણે ચેષ્ટા કરતો જીવ અન્ય-અન્ય રૂ૫ અને
વેશ ધારણ કરીને નટની જેમ પરાવર્તન પામે છે. એમાં કોઈ નિયમ નથી. (કે પુરુષ મરીને પુરુષ થાય) ૬oll
વૈરાગ્યશતક ૩૩