________________
હોવાથી, જેઓ વડે જિનધર્મનો પોતાના આત્માને વિષે સંચય કરાયો નથી, તેઓ બિચારા પાછળથી મરણ ઉપસ્થિત થયે છતે શોક કરે છે. તે શોક કેવા પ્રકારનો છે ? તો કહે છે કે હા ! હા ! નહીં સેવેલા
જિનધર્મવાળા અને પરલોકમાં કેવી રીતે સુખી થઈશું ? ૫૪ ગાથાર્થ - તે સંસારને ધિક્કાર હો! ધિક્કાર હો! ધિક્કાર હો! જે સંસારમાં દેવો મૃત્યુ
પામીને તિર્યંચ બને છે અને રાજાધિરાજ મરણ પામીને નરકની જ્વાલાથી
અત્યંત પકાવાય છે પિપા ભાષાંતર - ચાર ગતિ રૂપ સંસારને ધિક્કાર હો ! ધિક્કાર હો ! ધિક્કાર હો !
અત્યંત નિન્દકપણું બતાવવા માટે અહીં ત્રણ વાર ધિક્ શબ્દ વાપરેલો છે. સંસારના ધિક્કારપણાના કારણને કહે છે. જે કારણથી દેવ મરીને પૃથ્વી આદિ રૂપ તિર્યંચ થાય છે, તથા વાસુદેવાદિ રાજાઓ મરીને નરકની જ્વાલઓ વડે અત્યંત પકાવાય છે, જેથી કહેવાયેલું છે કે “મીરા સંસ્થાનવાળી અને ઘડાના આકારવાળી એવી પકાવનારી કુંભમાં નરકમાં ઘણા કાળ સુધી જીવ પકાવાય છે અને
લોહીમાં આળોટે છે. પપા ગાથાર્થ - કર્મ રૂપી પવનથી હણાયેલો આત્મા ધન, ધાન્ય, અલંકાર, ઘર, સ્વજન
અને કુટુંબ મળવા છતાં પણ તેને મૂકીને પવનથી પડી ગયેલા વૃક્ષના
પુષ્પની જેમ અનાથ બનીને જાય છે. પકા ભાષાંતર - હે જીવ! આ આત્મા કર્મરૂપી પવનથી હણાયેલો અનાથ બનેલો છતાં
જેમ પવનથી પ્રેરાયેલા વૃક્ષના પુષ્પો જલ્દીથી નીચે પડે છે તેમ, જીવ પણ પરલોકમાં એકલો જાય છે. જીવ શું કરીને પરલોકમાં એકલો જાય છે ? તો કહે છે કે ધન, ધાન્ય, આભરણો, ઘર, સ્વજન, અને કુટુંબને મૂકીને જાય છે. (નહીં આપેલો હોવા છતાં અહીં વકાર જાણવો) પ્રાકૃત હોવાથી
વિભક્તિનો લોપ કરેલો છે. પકો ગાથાર્થ – હે આત્મા!સંસારમાં પર્યટન કરતાં તુ પર્વત પર વસ્યો છે, ગુફામાં વસ્યો છે,
સમુદ્રની મધ્યમાં વસ્યો છે અને વૃક્ષની ટોચ પર પણ વસ્યો છે. પ૭l.
ભાષાંતર - હે આત્મા ! સંસારમાં ભટકતા એવા તારા વડે ક્યારેક પર્વતોને વિષે
| નિવાસ કરાયો, ક્યારેક ગુફાઓને વિષે, ક્યારેક સમુદ્રની મધ્યમાં, તો
વૈરાગ્યશતક
૩૨