________________
ગાથાર્થ – હે જીવ! ત્યાંથી કોઈપણ રીતે નીકળીને મનુષ્યપણું પણ તું પામ્યો. તેમાં
પણ ચિંતામણિ રત્ન સમાન જિનધર્મ તને પ્રાપ્ત થયો. પ૧
ભાષાંતર – હે જીવ!તું મહાન કષ્ટ વડે તે નિગોદમાંથી નીકળીને મનુષ્યપણું પામ્યો,
મનુષ્ય ભવમાં પણ મનની ઇચ્છાઓને પૂર્ણ કરતો હોવાથી ચિત્તામણિ રત્ન સમાન શ્રી જીનેશ્વરે કહેલો ધર્મ પણ પુણ્યના યોગે પામ્યો. “નીસરેદર-નીસ્ટ-ધાડ-વર-હાડા રૂતિ (૮-૪-૭૬ દે પ્રતિસૂત્રેજ) નિઃસર નો
નીહર આદેશ થયેલો છે. પ૧ ગાથાર્થ - હે જીવ ! તે ધર્મ પ્રાપ્ત થવા છતાં પણ તે જ પ્રમાદ તું કરે છે કે
જે પ્રમાદથી ભવરૂપી અંધકૃપમાં ફરી વાર પણ પડેલો તું દુઃખ પામે
છે પરા ભાષાંતર - હે જીવ! તે દુ:ખે કરીને પ્રાપ્ત કરી શકાય તેવા શ્રી જિનેધર્મને પ્રાપ્ત
કરવા છતાં પણ તું, તે જ નિદ્રા-વિકથાદિ પ્રમાદને કરે છે કે જે પ્રમાદ વડે ભવ રૂપી અંધ કૂપમાં પડેલો ફરી પણ નરકાદિમાં દુ:ખને જ મેળવે છે. (અહીં આર્ષ વચનથી ભવિષ્યકાળના અર્થમાં વર્તમાન કાળ કરેલ છે.) પરંતુ હારેલા એવા જિનધર્મને ફરી પ્રાપ્ત કરી શકાય નહીં. આ પ્રમાણે અર્થ છે. પ૨
ગાથાર્થ - હે જીવ! જિનધર્મ પ્રાપ્ત થયો પરંતુ પ્રમાદના દોષથી તેનું આચરણ કર્યું
નહીં. અરે આત્મવેરી! પરલોકમાં તું ખૂબ ખેદ પામીશ. પ૭ll
ભાષાંતર - હે જીવ! તારા વડે ભાગ્યના યોગથી શ્રી જિનધર્મ પ્રાપ્ત કરાયો, પરંતુ
આલસાદિ પ્રમાદના દોષથી તે ધર્મનું સેવન કર્યું નહીં. હા ખેદની વાત છે કે હે આત્મ વૈરી ! તું પરલોકમાં શશિરાજાની જેમ અતિશય ખેદને પામીશ. “વિવેનૂરવિસૂરા” વિતિ (૮-૪-૨રૂર રેપ્રાકૃતસૂત્રે) અહીં વિદ્ ધાતુનો વિસૂર આદેશ કરેલો છે. આપણા
ગાથાર્થ – પાપ રૂપ પ્રમાદને આધીન થઈને જેઓએ જિનધર્મનો સંચય નથી કર્યો,
તેઓ બિચારા મરણ ઉપસ્થિત થયે છતે શોક કરે છે. પકો
ભાષાંતર – દુષ્ટાલસ - નિદ્રા - વિથાદિ પાપી એવા પ્રમાદને આધીન થયેલા
વૈરાગ્યશતક
૩૧