________________
ભાષાંતર – જેમ સાંજના સમયે એક વૃક્ષમાં ઘણા પંખીઓ સર્વે દિશામાંથી આવીને
મળે છે, રાત્રિમાં તે વૃક્ષમાં વસીને ફરી સવારે પોતાના ઇચ્છિત સ્થાનમાં ઊડી જાય છે, જેમ માર્ગમાં મુસાફરો રાત્રિમાં એક સ્થાનમાં રહીને પ્રાત:કાળે પોતપોતાના ઇષ્ટ એવા ગામાદિ તરફ જુદા જુદા જાય છે, જેમ તેઓનો સંગમ ક્ષણિક છે, તે જ પ્રકાર વડે હે જીવ ! હે આત્મા ! માતાપિતા-ભાઈ વિગેરે સ્વજનોના સંયોગો ક્ષણવારમાં જ વિનાશ પામવાના સ્વભાવવાળા છે. તે સ્વજનો પણ કેટલોક કાળ સાથે રહીને ફરી આયુષ્યનો ક્ષય થયે છતે વિખૂટા પડે છે. આથી તે સ્વજનોને વિષે તું મોહ ન પામ. Il૩૮
ગાથાર્થ – રાત્રિના અંતે ફરી ફરીને વિચારું છું કે, બળતા ઘરમાં હું કેમ સૂઈ રહ્યો
છું? દાઝી રહેલા આત્માને હું કેમ ઉપેક્ષા કરી રહ્યો છું ! અને ધર્મરહિત
દિવસો પસાર કરું છું. ૩૯ ભાષાંતર – રાત્રિના અંતે જાગૃત થયેલો હું વિચારું છું. શું વિચારું છું ? હું ધર્મ રહિત
દિવસોને કેમ પસાર કરું છું ? અગ્નિની જ્વાલાથી યુક્ત ઘર બળતે છતે હું કેમ નિદ્રાને કરું છું ? તથા અગ્નિની જ્વાલા વડે બળતા એવા આત્માની કેમ અવગણના કરું છું ? જો બળે છે તો ભલે બળતું, એ પ્રમાણે ઉપેક્ષાને કેમ કરું છું? ધર્મરહિત આટલા દિવસો પસાર કરતા મારા વડે કર્મ રૂપી અગ્નિથી બળતો એવો પોતાનો આત્મા ઉપેક્ષા કરાયેલો છે એ પ્રમાણે જાણવું. ll૩૯ો.
ગાથાર્થ – જે જે રાત્રિ જાય છે તે ફરી પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિઓ
અફળ જાય છે. Ivol
ભાષાંતર - જે જે રાત્રિ પસાર થાય છે તે ફરી પાછી આવતી નથી. અધર્મ કરનારને
તે રાત્રિ ધર્મના ફલથી રહિત એટલે નિષ્ફળ થાય છે..૪ll
ગાથાર્થ - જેને મૃત્યુ સાથે મિત્રતા છે, અથવા જે મૃત્યુથી પલાયન થઈ શકે છે, અથવા
જે જાણે છે કે હું મરવાનો નથી, તે આવતી કાલે ધર્મ થશે એવી ઇચ્છા કદાચિત્ કરે. II૪૧||
વૈરાગ્યશતક ૨૪