________________
જીવે પૂર્વ-પૂર્વ ભવોમાં છોડેલા શરીરો અનન્ત સંખ્યાવાળા સાગરના પાણીના બિંદુથી તથા અનન્ત સાગરોપમના સમયોથી પણ અનન્ત છે. તથા કહેલું છે કે, “જીવ વડે સેંકડો જાતિઓમાં જેટલા શરીરો વિસર્જન કરાયા છે, તે ભેગા કરીએ તો થોડા શરીરો વડે જ આખું જગત ભરાઈ
જાય. //૪૭ll. ગાથાર્થ – અન્ય-અન્ય જન્મોમાં મળેલી માતાઓના નયનમાંથી રડતી સમયે વહેતું
જલ-પણ સાગરના જળથી અધિક હોય છે. II૪૮.
ભાષાંતર - હે આત્મા ! અન્ય-અન્ય ભવોમાં મળેલી અને રડતી એવી માતાઓના
નયનમાંથી પડેલાં આંસુનાં પાણી પણ સાગરના પાણીથી અધિક થાય છે. રડતી એવી માતાઓ વડે અશ્રુનું જલ એટલું મૂકાયેલું છે કે જેનું માપ સમુદ્રના પાણી વડે પણ કરવાને માટે શક્ય નથી. I૪૮
ગાથાર્થ – નરકમાં નારકો જે ઘોર અને અનંત દુ:ખો પામે છે, તેથી અનંતગણું દુઃખ
નિગોદની મધ્યમાં હોય છે. એકલા ભાષાંતર - હે આત્મા ! નારકમાં રહેલા નારકો ઘોર અને અનન્ત દુ:ખો પામે
છે. જેના સમાન અન્ય કોઈ ન હોય તે ઘોર અને અનન્ત કહેવાય. અને અશાતા વેદનીય કર્મથી ભોગવાતું તે દુઃખ કહેવાય છે. કહ્યું છે કે – બિચારા નારકના જીવો ફાડી નાખેલા, ઉત્કીર્તન કરાયેલા, તળી નખાયેલા, છિન્નભિન્ન કરાયેલા, બાળી નખાયેલા, ભાંગી નખાયેલા, વાળી નખાયેલા તોડી નખાયેલા અને વિલીન કરાયેલા, પણ મરવાની ઇચ્છાવાળા હોવા છતાં મરતા નથી, પરંતુ પાપના ઉદય વડે ફરી પાછા પારાની જેમ મળી જાય છે ||૧,રો ત્યાર પછી દીન થયેલા કહે છે, હે સ્વામી! મને મારીશ નહિ, હે પ્રભુ ! હે નાથ !
આ દુ:ખ અતિદુસ્સહ છે. મહેરબાની કરીને આ પ્રમાણે મને ના કર તેવાં આ પ્રમાણે પરમાધામીના પગમાં વારંવાર પડે છે. દાંત વડે આંગળીઓને ગ્રહણ કરે છે અને દીનવચનોને બોલે છે. જો ત્યાર પછી નરકપાલો કહે છે - રે જીવ ! આજે તને આ દુ:ખ દુસ્સહ લાગે છે, પરંતુ જ્યારે પાપને કરતો હતો ત્યારે ખુશ થયેલો, આ પ્રમાણે કહેતો હતો પણ જે કારણથી સર્વજ્ઞ નથી અથવા અહીં હું
વૈરાગ્યશતક ૨૭