________________
પાણીના તરંગોની જેમ ચપલ છે અને વળી સ્ત્રી આદિનો સ્નેહ, સ્વપ્ન સમાન છે. એટલે ક્ષણવાર પહેલાં જે જોવાયેલો છે તે ક્ષણમાં નષ્ટ થાય છે. તે કારણથી જે તું જાણે તે પ્રમાણે કર. આ પ્રમાણે સર્વે વસ્તુનું અસ્થિરપણું જાણીને, સ્થિર એવા શ્રી જિનેશ્વરે કહેલા ધર્મમાં ઉદ્યમ કર. એ પ્રમાણે સૂચિત કરેલું છે. I૪૪ll.
ગાથાર્થ – સંધ્યાના રંગ અને પાણીના પરપોટા સમાન જીવિત જળબિંદુ જેવું ચંચળ
હોવા છતાં અને યોવન નદીના પૂર જેવું હોવા છતાં, હે પાપી જીવ! તું બોધ
કેમ પામતો નથી?I૪પા. ભાષાંતર – સંધ્યારાગ અને પાણીના પરપોટા આ દ્વન્દ સમાસ છે. તે બન્ને વડે ઉપમા
જેની છે, તેવા આયુષ્યમાં (શબ્દ વ્યવહિતનો સંબંધ કરે છે) અને ઘાસના અગ્ર ભાગ પર લાગેલા પાણીના બિંદુની જેમ ચપલ એવું આયુષ્ય હોતે છતે, અહીં ત્રણ ઉપમા આયુષ્યની અતિ ક્ષણભંગુરતા બતાવવા માટે છે. તેમજ યૌવન અને શબ્દથી દ્રવ્યનો સમૂહ, નદીના પૂર જેવો હોવા છતાં, તે પાપાત્મા ! દુરાત્મા ! આ પ્રમાણે જોવા છતાં
પણ તું બોધ કેમ પામતો નથી ? પો. ગાથાર્થ – હા! નિંદનીય એવા યમે ભૂતને ફેંકાતા બલિની જેમ પુત્રને અન્યત્ર,
પત્નીને અન્યત્ર, અને સ્વજનોને પણ અન્યત્ર, એ પ્રમાણે કુટુંબને છુટું
છુટું ફેંક્યું છે Iકા ભાષાંતર – હા ! ખેદની વાત છે કે યમરાજા વડે ભૂતને ફેંકાતા બલિની જેમ પુત્રો
અન્ય ગતિમાં, પત્ની અન્ય ગતિમાં, પરિવાર પણ અન્ય ગતિમાં મોકલાયેલો છે. અર્થાત્ કે ભૂતને ફેંકાયેલો બલિ જેમ જુદા જુદા સ્થાને પડે છે, તેમ આખું કુટુંબ ક્રૂર એવા યમરાજા વડે ભિન્ન-ભિન્ન ગતિને
પ્રાપ્ત કરાયેલું છે. ll૪ll ગાથાર્થ – સંસારમાં ભવે ભવે જે શરીરો, જીવો વડે પ્રાપ્ત કરાયા છે, તેની સંખ્યા
અનંત સાગરોપમથી કરી શકાતી નથી I૪૭
ભાષાંતર - હે આત્મા ! જે શરીરને માટે તું આવા પ્રકારના પાપોને કરે છે, પરંતુ
જે દેહો સંસારમાં ભટકતા જીવ વડે દરેક જન્મમાં મૂકાયેલા છે, તે દેહોની અન્નત સાગરોપમ વડે પણ સંખ્યા કરી શકાતી નથી. કારણકે
વૈરાગ્યશતક
૨૭