________________
જ સર્વજ્ઞ છું અથવા ખાઓ, પીઓ, કોના વડે પરલોક જોવાયો છે ? HIકો જે અહીં ખાતા અને પીતા મરે છે ફરીથી તેઓ રાત્રે ખાય છે અને પીએ છે. વળી જેઓ ભૂખથી દુઃખી થયેલા મરે છે તે બીજા ભવમાં પણ ભૂખથી દુઃખી થાય છે. કા ત્યારે વાચાળપણાથી ખુશ થયેલો પુણ્ય નથી, પાપ નથી, અને પાંચ ભૂતથી અધિક જીવ દેખાતો નથી વગેરે તું બોલતો હતો. ll૮ માંસના રસમાં વૃદ્ધ-આસક્ત થયેલો જ્યારે તું નિર્દય જીવોને મારતો હતો ત્યારે અમને કહેતો હતો, આ ખાવા માટે તો કુદરતે બનાવેલું છે માટે ભક્ષ્ય છે ll વેદમાં કહેલું છે એટલે દોષ નથી, અથવા યજ્ઞમાં હોમવામાં આવે તે અહિંસા છે તે પ્રમાણે બોલતો હતો અને જીવોને ચર-ચર એ પ્રમાણે ફાડીને બીજાના માંસને ખાતો હતો. ૧૦ અતિઆસક્ત એવો તું લાવકપક્ષી અને તિત્તરિના ઇંડાનો રસ અને ચરબી આદિને પીતો હતો અને અહીં પોકાર કરે છે કે આ અતિદુસ્સહ દુ:ખ છે. ||૧૧|| ત્યારે ખોટા ધંધા અને જૂઠા વચન વડે ત્યારે મુગ્ધજનને ઠગતો હતો, હર્ષ પામેલો પશુન્યાદિ-ચાડીઆદિ અઢાર પાપ કરતો હતો અને અત્યારે અતિદુસ્સહ દુઃખ છે એમ પ્રલાપ કરે છે. ||૧૨|| ત્યારે ખાતરને ખણતો હતો, વિશ્વાસ મૂકનારનો ઘાત કરતો હતો, લોકોને ચોરતો હતો અને પારકા ધનમાં લોભી બનેલો ઘણા દેશગામ-નગરોને તું ભાંગતો હતો. [૧૩] તે પુરુષાર્થ વડે અભિમાન પામેલો આખા ત્રણ જગતને તૃણ સમાન જાણતો હતો. પારકા દ્રવ્યો વડે વિલાસ કરતો હતો. તો હવે અહીં કેમ પોકાર કરે છે ? I૧૪ો. તું પરદ્રવ્યને હરણ ન કર એ પ્રમાણે શિખામણ અપાતી હતી, ત્યારે ધિષ્ઠાઈથી કહેતો હતો, બધાને પારકુ જ છે ક્ત દ્રવ્ય નહિ, ભાઈ પણ કોનો છે ? (કોઈ કોઈનું નથી એટલે દ્રવ્ય પોતાનું છે જ નહિ. પોતાનો આત્મા જ છે.) ૧પા ત્યારે પરસ્ત્રીની સાથે ચોરી છુપીથી ક્રિીડા કરી તેમાં સુખ માનતો હતો અને તે સ્ત્રીમાં અતિરક્ત બનેલો તેના પતિ વગેરેને મારતો હતો. ૧૬ો તે સ્ત્રીઓની સાથે કુટ વિલાસ કરતો હતો. ત્યાં સૌભાગ્યને વિષે સ્મલિત ન થયો અને અહીં તો તપેલા તાંબામાં ડૂબાડવામાં આવે તો કેમ ભાગી જાય છે ? ૧૭. ખોટી હોંશિયારીથી ગર્વિત થયેલો, શીખવાડાયેલો તે બીજાની પત્ની ભોગવવા યોગ્ય છે અને માતા-બેન પણ ભોગવવા યોગ્ય છે એ પ્રમાણે તું બોલતો હતો. ૧૮ તથા મૂઢ, અસંતુષ્ટ એવો ઘણા
વેરાગ્યશતક
૨૮